તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગમચેતી:છેતરપિંડીથી બચવા માટે એડમિશનની માહિતી ફોન પર આપવાનું ટાળો : પોલીસ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલ, કોલેજ શરૂ થતા જ સાઇબર ક્રાઇમના ગુનાનું પ્રમાણ વધે છે ત્યારે
  • સાઇબર ક્રાઇમ દ્વારા અગમચેતીના ભાગરૂપે સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ કરાયો: વિદ્યાર્થીઓના વાલીઓને સતર્ક રહેવા અપીલ કરાઈ

રાજ્યમાં સાઇબર ક્રાઇમના બનાવો વધુ બની રહ્યા છે. હાલમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઇ છે. વાલીઓ પોતાના બાળકને સારી સ્કૂલ કે કોલેજમાં એડમિશન કરાવવા દોડાદોડ કરતા હોય છે. ત્યારે સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા સુરક્ષિત રહેવા અનુરોધ કરાયો છે. જ્યારે એડમિશનને લઇને કોઇ ફોન આવે તો માહિતી નહીં આપવાની સલાહ અપાઈ છે. રાજ્યમાં શાળા કોલેજો શરૂ થઇ ગઇ છે, જ્યારે કેટલાક કિસ્સામાં આગામી સમયમાં એડમિશનની પ્રક્રિયા શરૂ કરાશે.

સાઇબર ક્રાઇમ દ્વારા અગમચેતીના ભાગરૂપે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઈરલ કરાયો છે. હાલમાં ગાંધીનગર અને આસપાસમાં અનેક લોકો સાઇબર ક્રાઇમનો શિકાર બન્યા છે. ઓન લાઇન સંદેશ આપી કોડ મોકલી રૂપિયા ખંખેરી લેવામાં આવે છે. જ્યારે આવા તકવાદી ગઠિયાઓ પોલીસના હાથમાં પણ ઝડપી આવતા નથી. ઓનલાઇન છેતરપિંડીના કેસ વધી રહ્યા છે. ત્યારે ભોળા નાગરિકો તેનો ભોગ ના બને માટે આ પ્રકારની માહિતી અપાઈ રહી છે.

ગાંધીનગર અને જિલ્લાના નાગરિકોને પોલીસે કહ્યુ છે કે, ઓનલાઇન એડમિશન માટે સિક્યોર વેબસાઇટનો ઉપયોગ કરવો જોઇએ. જ્યારે એડમિશન માટે મોબાઇલમાં ઓટીપી આવે તો આપવો જોઇએ નહીં. સાથે જ મોબાઇલમાં એસએમએસ અથવા કોઇ પણ માધ્યમથી લીંક અપાઈ તો યોગ્ય તપાસ કર્યા બાદ જ વ્યક્તિગત માહિતી અપલોડ કરવી જોઇએ. તે ઉપરાંત સ્કૂલ કોલેજમાં એડમિશન અપાવવા માટે ટેલિફોનથી માહિતી માંગવામા આવે તો પર્સનલ કોઇ જ માહિતી આપવી જોઇએ નહીં. આ રીતે ગાંધીનગર જિલ્લા સહિત રાજ્યના અન્ય વિસ્તારના લોકોને આવી છેતરપિંડીથી બચવા ખાસ અપીલ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...