કાર્યવાહી:રેશનકાર્ડ માટે ATVTસેન્ટર્સ દ્વારા 6857 અરજી આવી, 6,140નો નિકાલ

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

ગાંધીનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેકટર ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં કલેકટરે અનાજનો જથ્થો પૂરતીમાત્રા આવી ગયા બાદ તમામ લાભાર્થીઓ સુધી સુવ્યવસ્થિત રીતે વિતરણ થાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી નિરૂપા ગઢવીએ જણાવ્યું કે, ‘ગાંધીનગર જિલ્લામાં વાજબી ભાવની કુલ-360 દુકાનો છે. જેમાં ગાંધીનગર ગ્રામ્યમાં 103 અને શહેરમાં 21, કલોલ તાલુકામાં 85, માણસા તાલુકામાં 80 અને દહેગામ તાલુકામાં 71 વ્યાજબી ભાવની દુકાનો છે. જિલ્લામાં કેટેગરીવાઇઝ રેશનકાર્ડમાં એપીએલ-1 કાર્ડ 2,12,578, એપીએલ-2 કાર્ડ 15,149, બીપીએલ કાર્ડ– 43,182 અને અંત્યોદય કાર્ડ – 11,248 કાર્ડ મળી કુલ 2,82,157 રેશનકાર્ડ છે.

જે પૈકી એન.એફ.એસ.એ. કેટેગરીવાઇઝ રેશનકાર્ડમાં એપીએલ–૧ કાર્ડ- 1,12,708, એપીએલ-2 કાર્ડ 546, બીપીએલ કાર્ડ –43,169 અને અંત્યોદય કાર્ડ –11,248 મળી કુલ- 1,67,671 કાર્ડ છે. તેમજ પીડીએસ વેબસાઇટમાં 3,401 કાર્ડનું મોબાઇલ રજિસ્ટ્રેશન કરાયુ છે. પુરવઠા અધિકારી નિરૂપ ગઢવીએ ઉમેર્યું હતું કે,‘એટીવીટી અન્વયે ઓક્ટોબરમાં 6,857 અરજી આવી હતી. જેમાંથી 6,140 અરજીઓનો નિકાલ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...