છેતરપિંડીનો પ્રયાસ:મ્યુનિસિપલ કમિશનરના નામે 5થી વધુ લોકો પાસે પૈસા પડાવવાનો પ્રયાસ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એમઝોનના નામે લિંક મોકલતા શંકા જતા કમિશનર જાણ કરાઈ
  • વોટ્સએપ પર કમિશનરનો ફોટો લગાવીને લોકોને મેસેજ કર્યા, પોલીસને જાણ કરાતા તપાસ હાથ ધરાઈ

હાલ ઓનલાઇન ઠગાઈના ઘણી ઘટનાઓ બનતી હોય છે. ઠગ ટોળકી દ્વારા મોટાપાયે ઓનલાઈનથી લોકોને છેતરતા હોય છે. તેવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલના નામે લોકો સાથે છેતરપીંડીનો પ્રસાય થયો છે. મળેલી માહિતી મુજબ ઠગ ટોળકી દ્વારા વોટ્સએપ ડીપી પર મ્યુનિસિપલ કમિશનરને ફોટો લગાવીને અનેક લોકોને મેસેજ કરાયા હતા. મંગળવારે સવારથી શરૂ થયેલા આ પ્રયાસમાં ઠગ લોકો દ્વારા પહેલાં જ સામેવાળા પાસે નોર્મલ વાતો શરૂ કરાઈ હતી.

જેમાં હાલ ક્યાં છે અને શું કરે છે. જેવા નોર્મલ સવાલો પછી ઠગો દ્વારા સીધો જ એમઝોન સહિતના નામે લીંક મોકલીને પૈસા પડાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે મ્યુનિસિપલ કમિશનર તરીકે રહેલાં અધિકારી આ પ્રકારે કોઈ સેવા લે તે અધિકારીઓ-કર્મચારીઓને માન્યામાં આવ્યું ન હતું. જેને પગલે કેટલાક લોકોએ આ મુદ્દે તાત્કાલિક કમિશનરનું ધ્યાન દોર્યું હતું.

જેથી કમિશનરે પણ કોર્પોરેશન ગ્રૂપ સહિત લાગતવળતા જાણીતા લોકોને આ અંગે જાણ કરીને ન છેતરાવા માટે કહી દીધું હતું. સમગ્ર મુદ્દે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ અંગે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં જાણ કરી છે. મળેલી માહિતી મુજબ ઠગ ટોળકીએ અધિકારીનો ફોન હેક કરીને કે અન્ય કોઈ રીતે કોર્પોરેશનના અધિકારીઓ-કર્મચારીઓના નંબર મેળવ્યા હતા. જેમાંથી 5થી વધુ લોકોને આ પ્રકારે મેસેજ કરાયા હોવાનું કહેવાય છે. જોકે કોઈ દિવસ આ પ્રકારે કોઈ કામ ન આપતા અધિકારીના નામે મેસેજ આવતા કર્મચારીઓ સાવચેત થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...