પ્લોટ મેટ્રો માટે ફાળવવા માટે કોર્પોરેશને તજવીજ:કોર્પોરેશન દ્વારા રાયસણ પાસેની જમીન મેટ્રો રેલ માટે આપવાની તજવીજ

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં રાયસણ વિસ્તારમાં આવેલો પ્લોટ મેટ્રો માટે ફાળવવા માટે કોર્પોરેશને તજવીજ હાથ ધરી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા રિસિવિંગ પાવર સ્ટેશન બનાવવા માટે ટીપી-1 વિસ્તારમાં આવેલ આવેલ 5 હજાર ચોરસમીટર જગ્યા ફાળવવા માંગણી કરેલી છે. જેને પગલે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા આ અંગે સ્થાયી સમિતિમાં નિર્ણય લેવાશે. સોમવારે કોર્પોરેશન ખાતે સ્થાયી સમિતિની બેઠક મળશે. જેમાં મેટ્રોને જમીન ફાળવવા માટે કમિશનર તરફથી કરાયેલી ભલામણ અંગે નિર્ણય લેવાશે.

રાયસણ પાસે આવેલી આ જમીનની બજાર કિંમત હાલ 35 કરોડ જેટલી થાય છે. જોકે સરકારના પરિપત્ર મુજબ મેટ્રોની કામગીરી માટે જંત્રી ભાવથી જ જમીન ફાળવવાની થતી હોવાથી કોર્પોરેશનને જમીન ફાળવણીથી બજાર ભાવ સામે 1.40 કરોડ જેટલા જ મળે તેવી સ્થિતિ છે. ઉલ્લેખનિય છે કે, મોટેરાથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ફેઝ-2ની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી 22.84 કિલોમીટર એલિવેડેટ કોરિડોર અને 20 એલિવેટેડ સ્ટેશન બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...