ફરિયાદ:ધોળાકુવામાં મિત્રને સમજાવવા ગયેલા મિત્ર પર કાતરથી હુમલો

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
  • 2 મિત્રોની બબાલમાં ગામના જ ઠાકોર યુવક પર હુમલો

ગાંધીનગરના ધોળાકુવા ગામમા મિત્રની મદદ કરવા જતા મિત્રને માર ખાવો પડ્યો છે. બે મિત્રોની માથાકૂટમા એક મિત્રને સમજાવવા ગયેલા મિત્ર ઉપર હુમલો કરવામા આવ્યો હતો. કાતર લઇને યુવકના શરીર ઉપર ઘા કરવામા આવ્યા હતા. જેને લઇને હુમલાખોર મિત્ર સામે પોલીસ ફરિયાદ કરવામા આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ સુરેશ પ્રતાપજી ઠાકોર (રહે, ધોળાકુવા)એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, હુ મારો મિત્ર વસંત મારવાડી અને જીતુ મારવાડી મંદિરે બેઠા હતા. તે સમયે ગામમા આવેલા ચામુંડા માતાજીના મંદિર સામે રહેતો રતમ મારવાડી અમારી પાસે આવીને ઝગડો કરવા લાગ્યો હતો. જેને લઇને જીતુએ વચ્ચે પડી સમાધાન કરાવ્યુ હતુ. જેથી બીજા દિવસે સવારે હુ મારા મિત્ર જીતુ મારવાડી સાથે રતન મારવાડીના ઘરે ફરીથી ઝગડો ના કરે તેમ સમજાવવા ગયા હતા.

તે સમયે પણ રતન મારવાડી ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. ગાળો બોલવાની ના પાડતા મારામારી કરવા લાગ્યો હતો. જ્યારે તેના ઘરમા રહેલી કાતર લઇને છાતીના ભાગે હુમલા કર્યા હતા. શરીરના વિવિધ ભાગ ઉપર હુમલો કરીને ઇજાગ્રસ્ત કરવામા આવ્યો હતો.

તે સમયે સાથે આવેલા જીતુએ વચ્ચે પડીને છોડાવતા ત્યાંથી નિકળી ગયા હતા. જ્યારે રતને ધમકી આપી હતી કે, જો ફરીથી તેની વાતમા વચ્ચે પડીશુ તો મારી નાખશે. ઇજાગ્રસ્ત હાલતમા હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવને લઇને ઇન્ફોસિટી પોલીસ મથકમા રતન સામે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી હતી.બનાવથી ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...