છાલા ગામમા રસ્તામાં બાઇક મુકવા બાબતે હિંદુ અને મુશ્લીમ વચ્ચે બબાલ થઇ હતી. જેમા ડાલાના ચાલકે મુશ્લીમ યુવકને બાઇક સાઇડમા લેવાનુ કહેતા ઉશ્કેરાઇ ગયો હતો. જેને લઇને યુવક ગાળો બોલી જતા રહ્યા હતા. પરંતુ ત્યારબાદ યુવક અને તેનો ભાઇ પરત આવ્યા હતા અને પાઇપ માથામા ફટકારી દીધી હતી. આ બનાવને લઇને કોમી રમખાણ ના થાય તેના માટે જિલ્લા પોલીસના ધાડા ઉતારી દેવામા આવ્યા હતા.
સહદેવભાઇ કાનાભાઇ દેસાઇ (રહે, છાલા, જુનો રબારીવાસ) એએમટીએસમા ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ત્યારે તેમના દ્વારા એક પીકઅપ ડાલુ ખરીદવામા આવ્યુ છે. ત્યારે ખેતરમા વાવેલી બાજરીનો ભાગ ગામના કુવરજી રજુજી રાઠોડને આપવાનો હોવાથી લઇ જવાનુ કહ્યુ હતુ. ત્યારે કુવરજી અને હુ ડાલુ લઇને મઢીવાળા રસ્તા ઉપરથી ડાલુ લઇને નિકળ્યા હતા. તે દરમિયાન રસ્તામા ગામનો શાહરૂખ અકબરમિયા સૈયદ બાઇક લઇને ઉભો હતો. તેને બાઇક બાજુમા લેવાનુ કહેતા ઝગડો કરવા લાગ્યો હતો.
તે સમયે બુમાબુમ થતા શાહરૂખ ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ શાહરૂખ અને તેનો ભાઇ સાહિલ અકબરમિયા સૈયદ બંને મારી પાસે આવ્યા હતા અને સાહિલે પાઇપ માથામા મારતા માથામાંથી લોહી નિકળ્યુ હતુ. ત્યારબાદ બંને ભાઇ ત્યાંથી ભાગી ગયા હતા. પિતાને મારામારી થઇ હોવાની માહિતી મળતા તેમનો દિકરો નયન, તેમના ભાઇ કનુભાઇ સહિતના પરિવારજનો આવી ગયા હતા અને ઇજાગ્રસ્ત સહદેવભાઇને ગાંધીનગર સિવિલમા લઇ ગયા હતા. જ્યાં તેમને માથામા ત્રણ ટાંકા લીધા હતા.
જેને લઇને ચિલોડા પોલીસ મથકમા બંને ભાઇ સામે ફરિયાદ નોંધાવતા ચિલોડા પોલીસે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મુશ્લીમ યુવક દ્વારા રબારી સમાજના આધેડ ઉપર હુમલો કરાતા ગામમા તંગદીલી ફેલાઇ ગઇ હતી. ગામમા જિલ્લા પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા અને ગામમા મુશ્લીમ સહિતના વિસ્તારમા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. જોકે, બનાવ બાદ પરિસ્થિતિ કંટ્રોલમા હોવાનુ પીઆઇ એમ.જી.જાડેજાએ કહ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.