વિવાદ:‘તું અમારી બાતમી પોલીસને આપે છે’ કહી યુવક પર હુમલો

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સેક્ટર 30 ઝુલેલાલ મંદિર સામે મોડી રાતનો બનાવ

સેક્ટર 30 ઝુલેલાલ મંદિર સામે આવેલા બગીચામાં બે મિત્રો બેઠા હતા. તે દરમિયાન અન્ય બે મિત્રો પરંતુ હાલમાં મનમેળ નથી તે ત્યા બેસવા ગયા હતા. તે દરમિયાન જૂના મિત્રો યુવક પાસે જઇને કહેવા લાગ્યા હતા કે, તુ પોલીસને બાતમી આપી અમારો દારુ પકડાવી દે છે, આજે તો તને ફરીથી બાતમી આપે તેવો રાખવો જ નથી કહીને લાકડી અને ધોકાથી હુમલો કર્યો હતો. જેને લઇ સેક્ટર 21 પોલીસ મથકમાં ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી. નિલેષ ગણેશભાઇ વણકર (રહે, સેક્ટર 29, વંદેમાતરમ 1) ગાડીઓ લે વેચનો વેપાર કરે છે.

ત્યારે ગત મોડી રાત્રે સેક્ટર 30 ઝુલેલાલ મંદિર સામે આવેલા બગીચામાં પેથાપુરમાં રહેતા મિત્ર શૈલેન્દ્રસિંહ ચાવડા સાથે બેસવા ગયા હતા. જ્યારે રાત્રિના સાડા અગિવાર વાગ્યાના અરસામાં સેકટર 30માં રહેતો મંથન સોલંકી અને સેક્ટર 17માં રહેતો કિશન ગુરખા જે અગાઉ મિત્રો હતા, પરંતુ હાલમાં મિત્રતામાં દરાર આવી છે. તે બે લોકો તેની કારમાંથી નીચે ઉતરીને બંને મિત્રો પાસે ગયા હતા. ગાડીમાંથી ઉતરી બંને મિત્રો પાસે જઇને કહેવા લાગ્યા હતા કે, તુ અમારી દારુની બાતમી પોલીસને કેમ આપે છે, કહીને ગાળાગાળી કરવા લાગ્યા હતા.

જેથી શૈલેન્દ્રસિંહે ગાળો બોલવાની ના પાડતા કહેવા લાગ્યા હતા કે, આજે તો તને ફરીથી બાતમી આપે તેવો રહેવા દેવોજ નથી, તેમ કહીને ઉશ્કેરાઇ જઇ કારમાંથી લાકડી અને ધોકા કાઢી સીધા જ મારામારી કરવા લાગ્યા હતા. મંથને બરડાના ભાગે અને કિશને નાક અને પગ ઉપર ધોકા માર્યા હતા. મારામારી કરતા હતા અને આજે તો તને જીવતો રાખવો નથી તેવી ધમકીઓ આપતા હતા. મારામારીથી લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને લોહી નિકળતા એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. તે સમયે પણ મારામારી કરના બે લોકોના મિત્ર અજય વાદી અને રાજુ બોડાત વાહન લઇને આવ્યા હતા અને ચારેય લોકોએ ફરીથી મારામારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...