શહેરના ધોળાકૂવા ગામમા રહેતા પરિવાર ઉપર 3 લોકોએ હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ આવીને બે દિવસ પહેલા કેમ મારા પિતાને ગાળો બોલી હતી, તેમ કહી ઉશ્કેરાઇ જતા મારામારી કરી હતી. જેમા પરિવારના એક સભ્યાને માથામાં અને નાક ઉપર ઇજાઓ થતા ટાંકા લેવા પડ્યા હતા. જેથી પરિવારની મહિલાએ 3 લોકો સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
મળતી માહિતી મુજબ લીલાબેન શનાજી ઠાકોર (રહે, ધોળાકુવા, પગીવાસ) છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ત્યારે બપોરના સમયે તેના ઘરના સભ્યો સાથે મહિલા બેઠી હતી. તે દરમિયાન આશરે 3 વાગ્યાના અરસામા શંકરપુરાવાસમા રહેતો અમીત વિષ્ણુજી ઠાકોર ઘરે આવ્યો હતો અને મહિલાના પતિને કહેવા લાગ્યો હતો કે, બે દિવસ પહેલા કેમ મારા પિતાને ગાળો બોલી હતી. તેમ કહીને મોટા અવાજે બૂમરાણ મચાવી હતી.
મહિલાના પતિએ સામે જવાબ આપતા કહ્યુ હતુ કે, તારા પિતાને કોઇ ગાળો બોલવામા આવી નથી. જેથી ઉશ્કેરાઇ ગયો હતો અને તેના હાથમા રહેલો ધોકો મહિલાના પતિના માથામાં ફટકારી દીધો હતો. માથામા ધોકો વાગતા પતિ નીચે પડી ગયો હતો. ત્યારે નાક ઉપર અને મોઢા ઉપર મારવામા આવ્યું હતું. ઝઘડાનો અવાજ આવતા અમીતનો ભાઇ આઝાદ દોડી આવ્યો હતો અને તેને પણ મારામારી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ આઝાદના કાકાનો દિકરો ખોડાજી લાલાજી દોડી આવ્યો હતો અને તેણે પણ મારામારી કરી હતી. મારામારીમા પોતાના પિતાને બચાવવા દીકરો જૈમિન અને પત્નિને પણ માર મારવામા આવ્યો હતો. જેથી મારામારી કરનાર 3 લોકો સામે ઇન્ફોસિટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.