તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારના સમર્થક પર હુમલો:દહેગામ નગરપાલિકાના કૉંગ્રેસના ઉમેદવારના સમર્થક પર હુમલો, પોલીસે અરજી લઈ તપાસ હાથ ધરી

દહેગામ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અજાણ્યા બુકાનીધારીઓ હુમલો કરી ફરાર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી

ગાંધીનગરની દહેગામ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5ના કૉંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરી રહેલા તેમના એક ટેકેદાર પર અજાણ્યા શખ્સોએ હુમલો કરતા પોલીસમાં અરજી કરવામા આવી છે.

દહેગામની નહેરૂ સોસાયટીમાં કેબલ નેટવર્ક ના ધંધા સાથે સંકળાયેલા સંજય ઉર્ફે પીન્ટુ વિનુભાઈ શાહ ગત ચૂંટણીમાં ભાજપને સમર્થન કરતા હતા અને કેબલનો ધંધો હોવાથી પિન્ટુ ભાઈને આ વિસ્તારમાં મોટાભાગના લોકો સારી રીતે ઓળખે છે, આ વખતે દહેગામ નગરપાલિકા વોર્ડ નંબર ૫ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અમરતભાઈ દેસાઈ ઉભા રહેતા પીન્ટુભાઇ તેઓને સમર્થન કરી ચૂંટણી પ્રચાર કરતા હતા. આજે સવારે તેઓ દહેગામના હાઉસિંગ ચોકડી બળીયાદેવ મંદિર પાસે સુમસાન રસ્તા પરથી બાઇક ઉપર પસાર થઇ રહ્યા હતા, ત્યારે બે અજાણ્યા બુકાનીધારી માણસો બાઈક ઉપર આવી પહોંચ્યા હતા.બુકાનીધારી અજાણ્યા શખ્સોએ પિન્ટુ ભાઈને સુમસામ રસ્તા પર ઉભા રાખી 'તું કોંગ્રેસનો પ્રચાર કેમ કરે છે' તેમ કહી ગાળાગાળી કરી હતી અને પાછળ બેઠેલ શખ્સે પીન્ટુભાઇ ઉપર લાકડીથી હુમલો કર્યો હતો.

અચાનક થયેલા હુમલાથી ડરી ગયેલા પીન્ટુભાઇ ત્યાંથી ભાગી નીકળ્યા હતા બાદમાં તેઓએ કોંગ્રેસ ઉમેદવાર અમૃતભાઈ દેસાઈને બનાવની જાણ કરતા તેઓ પણ ચૂંટણીપ્રચાર મૂકીને પોતાના સમર્થકો સાથે દોડી આવ્યા હતા. આ અંગે પીન્ટુભાઇએ દહેગામ પોલીસ મથકે જઈ રજૂઆત કરતા દહેગામ પોલીસે હાલના તબક્કે અરજી નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો