ફરિયાદ:ખ રોડ પર છોકરીઓની છેડતી કરતા છોકરાઓને ટપારતાં યુવક પર હુમલો

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રોડ પર બેઠેલી છોકરીઓની કેટલાક છોકરા મશ્કરી કરતા હતા
  • પોલીસ આવે તે પહેલા જ છેડતી કરનારા ફરાર થઈ ગયા ઇજાગ્રસ્ત યુવાને સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

ગાંધીનગર શહેરમા મોડી રાત સુધી રખડપટ્ટી ધીમેધીમે કાયમી બનતી જાય છે. ત્યારે મોડી રાતે ખ રોડ ઉપર છોકરીઓની છેડતી કરતા જોઇને એક યુવકે વાહન રોક્યુ હતુ અને છેડતી કરનારા તત્વોને ટપાર્યા હતા. પરંતુ યુવકને ધરમ કરતા ધાડ પડી હોય તેવુ સામે આવ્યુ હતુ. આવારા તત્વોએ યુવક ઉપર પથ્થરમારો કરીને ઇજાગ્રસ્ત કરતા સેક્ટર 7 પોલીસ મથકમા ફરિયાદ નોંધાઈ હતી.

મળતી માહિતી મુજબ હર્ષ બાલમુકુંદભાઇ વ્યાસા (રહે, સેક્ટર 14) ખાનગી કંપનીમા નોકરી કરે છે. બુધવારે સવારે યુવક નોકરી ઉપરથી છુટીને ઘર તરફ આવતો હતો. તે દરમિયાન ખ રોડ ઉપર મહાત્મા મંદિર પાસે બે છોકરા છોકરીઓની મશ્કરી કરતા હતા. આ જોઇને હર્ષે તેનુ બાઇક રોક્યુ હતુ ત્યારબાદ યુવકોને છેડતી કરવા બાબતે ઠપકો આપવા ગયો હતો.

બે છોકરોમા એક એકોન નામના છોકરાએ યુવકને ગાળો બોલતા તેણે ગાળો બોલવાની ના પાડતા છેડતી કરનારા શખ્સે રોડ ઉપર પડેલો પથ્થર ઉઠાવી યુવકને મારતા શરીરના ભાગે ઇજાઓ થઇ હતી. જેને લઇને યુવકે પોલીસ કંટ્રોલ રૂમને કોલ કરતા પીસીઆર વાન બનાવ સ્થળે આવી ગઇ હતી, જ્યારે છેડતી કરનાર શખ્સ પોલીસ આવે તે પહેલા ફરાર થઇ ગયો હતો.

આ બનાવને લઇને એકોન નામના શખ્સ સામે સેક્ટર 7 પોલીસ મથકના ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે યુવકને ધરમ કરતા ધાડ પડી હોય તેવો ઘાટ થયો હતો. મોડી રાત સુધી બેસી રહેલી છોકરીને બચાવવા જતા હુમલાનો શિકાર બનવુ પડ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...