વિવાદ:કોલવડામા અંગત અદાવત રાખી કિશોર ઉપર હુમલો

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિશોર ટ્યૂશન પતાવી ઘરે આવી રહ્યો હતો, ત્યારે ગામમાં જ રહેતા યુવકે માર મારતાં ફરિયાદ

કોલવડામા રહેતા યુવકે અંગત અદાવતમા એક 14 વર્ષિય કિશોર ઉપર હુમલો કર્યો હતો. કિશોર જ્યારે તેનુ ટ્યુશન પુરુ કરીને ઘર તરફ આવી રહ્યો હતો. તે સમયે એક યુવકે તેને પાઇપથી હુમલો કર્યો હતો. ત્યારે કિશોરના પિતાએ હુમલો કરનાર યુવક સામે ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ મહેન્દ્રસિંહ નારણસિંહ વાઘેલા (રહે, કોલવડા, ગાંધીનગર)એ ફરિયાદ નોંધાવી હતી કે, આજે મંગળવારે સવારે તેમનો 14 વર્ષિય દિકરો અજયસિંહ વીસઘરવાસમા ટ્યુશને ગયો હતો. જ્યાંથી પરત આવી રહ્યો હતો, તે દરમિયાન મહાકાળી માતાજીના મંદિર પાસે પહોચતા કોલવડા ગામના ગલાબાપાના માઢમા રહેતો દેવેન્દ્રસિંહ બાબુજી વાઘેલાએ કિશોરને મનફાવે તેમ ગાળો બોલી હતી. ત્યારબાદ પગમા લોખંડની પાઇપ ફટકારી મારમાર્યો હતો. જેમા કિશોરને બંને પગે ઇજાઓ થઇ હતી.

મારામારી પાછળ સામાજિક રીવાજ મુજબ કરાયેલા લગ્નમા માથાકૂટ ચાલતી હોવાને લઇને યુવકે કિશોર ઉપર તેનો રોષ વ્યક્ત કરતા મારામારી કરી હતી. આ બનાવને લઇને કિશોરને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ લઇ જવામા આવ્યો હતો. જ્યાં સારવાર બાદ આરોપી સામે પેથાપુર પોલીસ મથકમા અંગત અદાવતમા માર મારવામા આવ્યો હોવાની ફરિયાદ કરવામા આવત પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...