ફરિયાદ:ઉછીનાં નાણાં પરત માગવા જતાં આધેડ ઉપર હુમલો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સે-11 છાપરામા રહેતા દંપતીને રૂપિયા આપ્યા હતા

સેક્ટર 11 પથિકાશ્રમ પાછળના ભાગે આવેલા છાપરામા રહેતા આધેડ દ્વારા સેક્ટર 11 છાપરામા રહેતા દંપતીને નૈવેધ કરવા માટે હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા. જેને પરત માગવા જતા દંપતીએ આધેડ ઉપર હુમલો કર્યો હતો અને માર માર્યો હતો. જેને લઇને દંપતી સામે સેક્ટર 7 પોલીસ મથકમા મારામારી કરવા બદલ ફરિયાદ કરવામા આવી હતી.

50 વર્ષિય સેંધાજી મથુરજી ઠાકોર જંગલ ખાતામા નોકરી કરે છે. ત્યારે સેક્ટર 11મા આવેલા અને છાપરામા રહેતા મુકેશભાઇ પ્રહલાદભાઇ દંતાણીને અગાઉ માતાજીના નૈવેધ કરવા માટે ઉછીના નાણાં આપવામા આવ્યા હતા. ત્યારે સમય જતા નાણાંની માગણી કરવા માટે સેંધાજી તેમના છાપરે ગયા હતા.

તે સમયે નાણા માગતા મુકેશભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને ત્યારબાદ છાપરામા પડેલો ધોકો બરડામા મારવા ઉગામ્યો હતો. જેને રોકવા જતા કપાળના ભાગે વાગતા લોહી નિકળ્યુ હતુ. પતિને માર મારતા જોઇને પત્ની ભાનુબેન પણ માર મારવા લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...