તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર એલસીબી-2એ બેંક એટીએમ મશીન સાથે ચેડા કરીને પૈસાની ઉચાપત કરતી આંતરરાજ્ય ગેંગના બે સભ્યોને ઝડપી લીધા છે. જેઓ પાસેથી અલગ-અલગ બેંકના 11 એટીએમ, બે ફોન અને 70 હજાર રોકડા મળી આવ્યા છે. પીઆઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શનમાં એલસીબી-2ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ તથા કોન્સ્ટેબલ સચિનસિંહને બાતમી મળી હતી જેના આધારે આ કાર્યવાહી થઈ હતી.
બાતમીના આધારે સેક્ટર-23 ખાતે આવેલા એસબીઆઈ બેંકના એટીએમમાં બે શખ્સો શંકાસ્પદ હરકતો કરે છે. જેને પગલે પોલીસે તાત્કાલિક પહોંચીને ઉત્તરપ્રદેશના અશ્વિનીકુમાર કૈલાશચંદ્ર નીશાદ (રહે-નયાપુરવા હલીયા, કાનપુર) તથા કિશનબાબુ ઉર્ફે માસ્ટર રામવતાર નીશાદ (રહે- દેવકલી, જાલોન)ને દબોચી લીધા હતા. જેઓ પાસેથી એક્સિસ બેંકના 9, યુનિયન બેંકનું એક અને બેંક ઓફ બરોડાનું એક મળી કુલ 11 એટીએમ મળી આવ્યા હતા. તેઓ પાસે 70 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા જે તેઓએ એટીએમ મશીન સાથે છેડછાડ કરીને મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું.ઉલ્લેખનિય છે કે ગત વર્ષે પણ એલસીબી-2એ આ જ ગામના અને આ જ પ્રકારે ઉચાપત કરતી ગેંગના ત્રણ સભ્યોને ઝડપીને અલગ-અલગ બેંકના 56 એટીએમ મળી આવ્યા હતા.
કઈ રીતે બેંક સાથે છેતરપિંડી કરતા?
આરોપીઓએ જણાવ્યુ કે એટીએમ તેમના સગાસંબંધીઓ અને મિત્રોના છે. જેની મદદથી તેઓ ગુજરાત અને અન્ય રાજ્યમાં જઈ પૈસા ઉપાડતા હતા. જેમાં એટીએમમાં ટ્રાન્જેક્શન કરી મશીન સાથે ચેડાં કરીને પૈસા ખેંચી લેતા હતા. બાદ ઉત્તરપ્રદેશ જઈ બેંકમાં પૈસા ઉપડ્યા ન હોવાનું કહીં રિફન્ડ મેળવતા હતા. કેટલાક કિસ્સામાં આરોપીઓ મશીનમાં રૂપિયાની ગણતરી થાય ત્યારે કેન્સલનું બટન દબાવી રાખી ટ્રાન્જેક્શન ડિક્લાઈન કરતાં જેથી ટ્રેમાંથી રૂપિયા બહાર આવતા તો બીજી તરફ યુપીમાં બેઠેલો ખાતાધારક બેંકમાં જઈને ટ્રાન્જેક્શન ડિક્લાઈનની ફરિયાદ આપતો જેથી 24 કલાકમાં તેના ખાતામાં રૂપિયા જમા થઈ જતા.
કરોડોનો ચૂનો ચોપડ્યો હોવાની શંકા
આરોપીઓ પાછળ ગેંગની પોલીસને શંકા છે. જેઓએ અત્યાર સુધી આ ટેક્નિકથી બેંકોને કરોડોનો ચૂનો ચોપડ્યો હોઈ શકે. આરોપીઓને સે-21 પોલીસને સોંપાતા ગેંગમાં હજુ કેટલા શખ્સો છે તેની તપાસ શરૂ કરાઈ છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.