તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ગાંધીનગરના પેથાપુરના રસીકરણ કેન્દ્ર પર એક જ લાભાર્થીને એક દિવસમાં કોરોના વેક્સિનના બે ડોઝ આપી દેવાયા!

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાભાર્થીને દેખરેખ હેઠળ રાખવામા આવ્યો, હજી સુધી કોઈ આડઅસર નહીં

ગાંધીનગરમાં કોરોના વેક્સિનની ચાલી રહેલી કામગીરી દરમિયાન પેથાપુર આરોગ્ય કેન્દ્ર ખાતે ભૂલથી એક લાભાર્થીને કોરોનાની રસીનાં બે ડોઝ આપી દેવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે કોર્પોરેશન તંત્ર દ્વારા પણ આ લાભાર્થીનું બે દિવસથી મોનીટરીંગ કરીને સતત સારસંભાળ રાખવામાં આવી રહી છે.

ગાંધીનગરમાં ચાની લારી ચલાવતા શ્રમજીવી પુરુષ રવિવારે કોરોના રસી લેવા માટે પેથાપુર આરોગ્ય કેન્દ્ર ખાતે ગયા હતા. કોરોના રસીનો ડોઝ આપ્યા પછી તેમનું આધાર કાર્ડ લઈને કોઈ કામગીરી કરવામાં આવી રહી હતી. તે સમયે કોઈ અન્ય બહેન ધ્વારા કોરોના રસી નો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો હતો.

કોરોના રસીકરણની પધ્ધતિથી અજાણ શ્રમજીવી લાભાર્થીએ આધાર કાર્ડના રજિસ્ટ્રેશન વિના જ પ્રથમ ડોઝ લઈ લીધો હતો. ત્યારે રજિસ્ટ્રેશન થયા પછી બીજા આરોગ્ય કર્મચારીએ તેમને ફરીથી રસી આપી દેવામાં આવી હતી. આ બાબતે લાભાર્થીએ બે વખત રસી આપ્યાની વાત કરતા કર્મચારીઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. જેનાં પગલે કોર્પોરેશન તંત્ર ધ્વારા આ લાભાર્થી ની વિશેષ કાળજી રાખવાનું શરૂ કરી દઈ જરૂરી દવા પણ આપવામાં આવી હતી. જોકે છેલ્લા બે દિવસથી મોનિટરીગ કર્યા પછી લાભાર્થીને કોઈ આડઅસર ન જણાતા કોર્પોરેશન તંત્ર તેમજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...