તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:સ્થાયીની ચાલુ બેઠકે નવા પ્રમુખે બેઠક રદ કરવા આદેશ મોકલ્યો પણ પળાયો નહીં

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ પ્રમુખ બદલાયા છતાં મનપામાં મડાગાંઠ યથાવત્

દિવાળીના તહેવારોમાં સામાન્ય રીતે કાળીચૌદશના દિવસે લોકો ઘરમાંથી કકડાટ કાઢતા હોય છે. પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપના બે જૂથ વચ્ચેનો કકડાટ હજુ ગયો નથી. ગાંધીનગર મહાનગરપાલિકામાં એક તરફ મેયર અને બીજા તરફ સ્થાયી સમિતિના કેટલા સભ્યોનું ગ્રૂપ છેલ્લા ઘણા સમયથી સામસામે છે. ત્યારે મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખ મેયર જૂથના હોવાની છાપ ધરાવતા હોવાથી 2 જૂથ વચ્ચે સંકલન સાધી શક્યા ન હતા. ત્યારે હવે નવા પ્રમુખ પણ મેયર જૂથના હોવાની છાપ સાથે આવ્યા હોવાને પગલે ફરી કકડાટ શરૂ થઈ ગયો છે. શુક્રવારે બપોરે સ્થાયી સમિતિની બેઠક મળી હતી.

મળેલી માહિતી પ્રમાણે દોઢ વાગ્યે શરૂ થયેલી બેઠકમાં 1:38 કલાકે નવા પ્રમુખ રૂચિર ભટ્ટનો આદેશરૂપી સંદેશ આવ્યો હતો. જેમાં સંકલન વગર મળેલી બેઠક રદ્દ કરવા જણાવાયું હતું. પરંતુ બેઠક ચાલુ થઈ ગઈ હોવાથી સ્થાયી સમિતિ ચેરમેન અને સભ્યોએ કામગીરી ચાલુ રાખી હતી. શુક્રવારે મળેલી બેઠકમાં આગામી ચૂંટણી અનુસંધાને ઈવીએમની ખરીદી, મનપાના ફાયરમેન રાજુભાઈ બાબુભાઈ પટેલને સબ ઓફીસર કોર્ષની તાલીમમાં મોકલવા, વિઝિલન્સ ઓફિસરનું ચાર્જ એલાઉન્સ મંજૂર કરવા, કોર્પોરેશનના જૂના વિસ્તારોની જેમ જ નવા સમાવાયેલા વિસ્તારોમાં પણ શબવાહીની માટી માટે 1 રૂપિયો ચાર્જ લેવા અંગે મંજૂરીની મહોંર મરાઈ હતી. આ સાથે છેલ્લા ઘણા સમયથી એક પર્સનલ આસિસ્ટન્ટના કરારના સમયગાળા અંગે આવેલી ભલામણને પણ મંજૂર રાખીને સામાન્ય સભામાં મોકલી અપાશે.

મેયર જ નિર્ણય લેવાના હોય તો સ્થાયી સમિતિની જરૂર શું છે?
શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પીકઅપ સ્ટેન્ડનો પણ મુદ્દો ઉછળ્યો હતો.જેમાં સ્થાયી સમિતિના કેટલાક સભ્યો ડીએમસી સમક્ષ પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, સ્થાયી સમિતિમાં રદ થયેલી ટેન્ડર મેયર મંજૂર કરી ન શકે. જો મેયર જ બધા નિર્ણય લેવાના હોય તો સ્થાયી સમિતિની જરૂર જ શું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો