તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુદ્દે વિવાદ:રાંધેજામાં કારનો દરવાજો ખોલવા મુદ્દે 3 શખસે યુવાનને માર માર્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘટના અંગે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
  • યુવાને દરવાજો ખોલતાં સમયે પાછળથી બાઈક પર આવતા યુવકોએ ઝઘડો કર્યો હોવાનું બહાર આવ્યું

રાંધેજા પાસે યુવકને પર ગામના ત્રણ યુવકો માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાંધેજા-રૂપાલ રોડ પર આવેલી ઉમિયાનગર સોસાટીમાં રહેતાં ગિરીશ રસિકભાઈ પટેલેઆ અંગે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયા મુજબ ગુરૂવારે સાંજે સાડા સાત વાગ્યે યુવકનો એક મિત્ર તેને ઘરે મુકવા આવ્યો હતો. ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલો ગીરીશ દરવાજો ખોલીને ઉતર્યો ત્યારે પાછળથી એક બાઈક આવ્યું હતું. બાઈક ચાલક કહેવા લાગ્યો કે ગાડીનો દરવાજો અચાનક કેમ ખોલ્યો, જેને પગલે યુવકે જોઈને જ દરવાજો ખોલ્યો હોવાનું કહ્યું હતું. જેને પગલે બાઈક પર આવેલા રાંધેજા ગામના જ અક્ષય મહેન્દ્રભાઈ ડાભી અને હાર્દીક મહેન્દ્રભાઈ ડાભી ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ બાજુમાં પડેલા ધોકા ઉઠાવીને યુવકને મારમાર્યો હતો.

આ સમયે દોડી આવેલા ગામના પ્રજ્ઞેશ ઉર્ફે લાલો દરજીએ પણ યુવકને ગડદાપાટુનો મારમાર્યો હતો. બુમાબુમ થતા દોડી આવેલા લોકોએ યુવકને વધુ મારમાંથી બચાવ્યો હતો. જતાં-જતાં અક્ષય ડાભીએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવકને પરિવારનો સારવાર માટે ગાંધીનગર સિવિલ લાવ્યા હતા. જ્યાંથી યુવકને ખાનગી ઓર્થોપેડીક ડોક્ટરને બતાવવા લઈ જવાતા ડાબા હાથે ફ્રેક્ચરનું નિદાન થયું હતું. આ બનાવથી ઘટનાસ્થળે લોકો એકત્ર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ દાખલ થતા હાલમાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...