ફ્રી મેડિકલ કેમ્પ:ગાંધીનગર મહાનગરપાલીકા હેલ્પિંગ હૅન્ડ્સ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પમાં 18 લોકોને મોતિયાના ઓપરેશન માટે સહાય અપાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હેલ્પિંગ હૅન્ડ્સ ટ્રસ્ટ અને ગાંધીનગર કોર્પોરેશન દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો - Divya Bhaskar
હેલ્પિંગ હૅન્ડ્સ ટ્રસ્ટ અને ગાંધીનગર કોર્પોરેશન દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

ગાંધીનગર કોર્પોરેશન અને હેલ્પિંગ હૅન્ડ્સ ટ્રસ્ટ દ્વારા રવિવારે વાવોલ ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં 197 લોકોને આંખોની મફત ચેકઅપ કરી અપાયું હતું, જ્યારે 18 લોકોને મોતિયાના ઓપેરશન માટે સહાય કરવામાં આવી હતી. ઉપરાંત 247 લોકોને સામાન્ય ચેકઅપ કરાઈને 153 બાળકોને મલ્ટિવિટામિન, શરદી ખાંસી કફ સીરપની દવાઓ મફત આપવામાં આવી હતી.

આ પ્રસંગે ગાંધીનગરના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલ, કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડો. કલ્પેશ ગોસ્વામી, હેલ્પિંગ હૅન્ડ્સ ટ્રસ્ટના હોદ્દેદારો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...