ક્રાઇમ:ખોરજ ખાતે ચાર શખ્સોનો પરિવાર પર ચપ્પા, ધારીયા, લાકડીથી હુમલો

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ‘તમારી દીકરીના મારી સાથે લગ્ન કેમ નથી કરાવતા’ કહીં ઝઘડો કર્યો

ખોરજ ગામે જલારામ ફાર્મ હાઉસ ખાતે રહેતાં પરિવાર પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. મૂળ મધ્યપ્રદેશના અને ફાર્મ હાઉસની સંભાળ રાખતા રાજનપ્રસાદ પાંડેએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓને સંતાનમાં 17 વર્ષની પુત્રી અને 7 વર્ષનો પુત્ર છે. ગુરૂવારે સાંજના સુમારે તેઓ ઘરે હતા ત્યારે ખોરજ ગામમાં રહેતા વિજય દંતાણી અને રફીભાઈ તેમના ઘરે આવ્યા હતા. વિજયે ‘હું તમારી દીકરીને પસંદ કરુ છું અને લગ્ન કરવા માંગુ છું’ કહ્યું હતું. જે મુદ્દે માથાકુટ થતા વિજય અને રફી બંનેએ ગાળાગાળી કરી હતી. જેઓનું ઉપરાણું લઈને વિજયના પિતા ભરતભાઈ અને મોટોભાઈ આવ્યા હતા. જેઓએ લાકડી અને ધારીયું લઈને ફરિયાદીને મારવા લાગ્યા હતા, વિજયે તેમની પુત્રી પર વાર કરતાં તેને અગુંઠા પર વાગ્યું હતું. તમામ લોકો જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યાં હતા. જે મુદ્દે ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...