માર્ગદર્શન આપ્યું:ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ વહેલી સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચી ઉચ્ચસ્તરીય બેઠક યોજી

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડાની અસરની વિગતો પ્રાપ્ત કરી માર્ગદર્શન આપ્યું
  • દરિયા કિનારાના 14 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની સ્થિતિની વિગતો મેળવી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારાના 14 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની સ્થિતિની વિગતો મેળવી હતી.

વાવાઝોડા અને વરસાદની પળેપળની માહિતી મેળવી

મુખ્યમંત્રીએ ગઈરાત્રે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિની પળેપળની માહિતી મેળવવા અને જિલ્લા તંત્રોનું માર્ગદર્શન કરવા ગઈકાલે મધ્યરાત્રિ સુધી 4 કલાક કન્ટ્રોલ રૂમમાં જાતે ઉપસ્થિત રહી સાયકલોન મેનેજમેન્ટની આગવી સંવેદના દર્શાવી હતી. તેઓએ આજે સવારે પણ કન્ટ્રોલ રૂમ પહોંચીને રાત્રિના વાવાઝોડા અને વરસાદની સ્થિતિ, નુકસાની અને રોડ રસ્તા બંદરો વગેરેને થયેલી અસરની વિગતો પણ પ્રાપ્ત કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.

હવામાન વિભાગની આગાહી અંગે વિસ્તૃત સમીક્ષા કરી

મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લાઓમાં વરસી રહેલા વરસાદ પવનની ગતિ અને હવામાન વિભાગની આગાહી અંગે પણ વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યસચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને એમ.કે. દાસ સહિતના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...