ઓનલાઇન ફ્રોડ:શેરથાના વેપારીને બેંક એકાઉન્ટ બંધ થઈ જશે તેવો વિશ્વાસ અપાવી ઓનલાઇન પેમેન્ટ એપ્લિકેશન મારફતે રૂ. 3.52 લાખની છેતરપિંડી

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલાં રુ.500ના વીડ્રો કરાવી આરોપીએ એકાઉન્ટ નંબર અને IFSC Code સાથે નવો OTP મેળવી લીધો છેતરપિંડીનો અહેસાસ થતાં વેપારીએ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

ગાંધીનગરનાં શેરથાના વેપારીને બેંક એકાઉન્ટ બંધ થઈ જશે તેવો વિશ્ર્વાસ અપાવી ઓનલાઇન પેમેન્ટ એપ્લિકેશન મારફતે રૂ. 3.52 લાખની છેતરપિંડી થયાંની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધવા પામી છે.

અડાલજ શેરથા ગામના ચબુતરા વાસમાં રહેતા આશિષ શંકરભાઈ પટેલ ફાસ્ટ ફૂડની દુકાન ચલાવે છે. અગાઉ તેમનું દેના બેંકમાં એકાઉન્ટ હતું. જે બેંકનું બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ થતાં તેમનું એકાઉન્ટ બેંક ઓફ બરોડામાં ટ્રાન્સ્ફર થઈ ગયું હતું. ત્યારે દેના બેન્કના એકાઉન્ટ નંબર સાથે Google pay એકાઉન્ટ સાથે તેમનો મોબાઈલ નંબર કનેક્ટ હતો. જેમાં આશિષભાઈ login કરતા ત્યારે મોબાઈલ નંબર એકાઉન્ટ સાથે કનેક્ટ નહીં હોવાનું બતાવતું હતું.

જેના પગલે આશિષભાઈ ચારથી પાંચ વખત બેંક ઓફ બરોડામાં ફરિયાદ કરવા માટે ગયા હતા પરંતુ બેંક વિલીનીકરણના કારણે તેમની ફરિયાદનું નિરાકરણ આવતું ન હતું. ગત તારીખ 24મી મેના રોજ આશિષભાઈના મોબાઈલ ફોન ઉપર બેંક.ઓફ.બરોડામાંથી વાત કરું છું. તેમ કહી બેંક ઓફ બરોડા સાથે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવો નહીતો એકાઉન્ટ બંધ થઈ જશે અને રોકડ ઉપાડી શકતો નહીં તેવો ફોન આવ્યો હતો. આથી ધોરણ 10 પાસ આશિષભાઈ તેમની દીકરી વિશ્વને ફોન આપ્યો હતો.

બાદમાં સામેવાળા ઈસમે બેંક ઓફ બરોડાની M- Connect એપ્લિકેશનમાં જઈ લોગિન કરવાનું કહી Mpin પાસવર્ડ નાખવાનું કહ્યું હતું. પરંતુ પાસવર્ડ ખોટો આવતો હોવાથી ઈસમે નજીકના એટીએમમાં જઈ એટીએમ પાસવર્ડ ડી રજીસ્ટ્રર કરવાનું કહેતા તેઓ ફોન ચાલુ રાખીને ગામના એટીએમ માં ગયા હતા. જ્યાં સામે વાળા ઈસમ કહેવા મુજબ પ્રોસેસ કરતા નવો પીન નંબર આવ્યો હતો. બાદમાં તેમને થોડી રકમ વીડ્રો કરવાનું કહેતા આશિષભાઈએ 500 રૂપિયા એટીએમમાંથી વીડ્રો કર્યા હતા. ત્યારબાદ ફરીવાર M-connect એપ્લિકેશનમાં જોઈ ટ્રાન્સફર ટુ એકાઉન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું કહ્યું હતું. જે પ્રોસેસ કરીને એકાઉન્ટ નંબર અને IFSC Code સાથે નવો OTP નંબર સામેવાળાએ તમને જણાવી દીધો હતો.

તે વખતે આશિષ ભાઈના એકાઉન્ટમાંથી કોઈ રકમ ડિબેટ થયેલી બતાવતી ન હતી જેથી ઈસમે પચાસ હજાર જમા કરાવવાનું કઈ બે વખત ટ્રાન્જેક્શન કરાવ્યું હતું. આમ તબક્કાવાર પ્રોસેસ કર્યા પછી ઈસમે બેંક સ્ટેટમેન્ટ લેવા માટે Aeron pay તેમજ Mobi kwik એપ્લિકેશનમાં login કરાવીને રૂ. 3.52 લાખ ટ્રાન્સ્ફર કરી લીધા હતા. થોડી વાર પછી આશિષ ભાઈને ખ્યાલ આવ્યો હતો કે પોતાની સાથે છેતરપિંડી થઈ છે. જેનાં પગલે તેમણે સાયબર અવસ્થમાં ફરિયાદ કર્યા પછી અડાલજ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...