રાજયમાં ડુંગળી અ્ને બટાકાના વેચાણમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી તેવી ફરિયાદો રાજય સરકારને મળી હતી. જેના પગલે રાજય સરકારે લાલ ડુંગળીના વેચાણમાં પ્રતિકિલો રૂ. 2 અને બટાટા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરે કે વેચાણ કરે તો તે પેટે પ્રતિકિલો રૂ.1ની સહાય આપવાની જાહેરાત વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી હતી. તેમણે આ સાથે લાલ ડુંગળી અને બટાટાના રાજય,દેશ અને દેશબહાર વેચાણ માટેનો ટ્રાન્સપોર્ટ સહાયની પણ જાહેરાત કરી હતી. જેના પરિણામે સરકારને ડુંગળી પેટે રૂ. 90 કરોડ અને બટાટા માટે રૂ. 240 કરોડ મળીને કુલ રૂ. 330 કરોડનો નાણાંકીય બોજ પડશે.
રાજયમાં લાલ ડુંગળીના પ્રતિ કવિન્ટલ રૂ. 671 ભાવ મળે છે,પરંતુ તા. 14 ફેબ્રુુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન માર્કેટમાં વધુ માલના ભરાવાના કારણે ડુંગળીના ભાવ ઓછા થયા હતા. ચાલુ વર્ષે ડુંગળીનું આશરે 0.80 લાખ હેકટરમાં 19.28 લાખ મેટ્રીક ટન ઉત્પાદન થવાની શકયતા છે. આથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેટલા માટે એ.પી.એમ.સી.માં ડુંગળી વેચવા માટે આવનાર ખેડૂતોને 50 કિલોએ રૂ. 100 એટલે કે પ્રતિકિલો રૂ.2ની સહાય મહત્તમ 250 કિવન્ટલ ડુંગળી પેટે મળી શકશે. રાજય સરકાર દ્વારા ડુંગળીમાં પ્રતિકિલો રૂ.2 અને બટાટામાં પ્રતિકિલો રૂ. 1નું રાહત પેેકેજ ખેડૂતોની મજાક સમાન હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતંુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.