તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ સત્ર:વિધાનસભા કાર્ય 115 કલાક ચાલ્યું, 16 બિલ પસાર થયાં; 8,527 પ્રશ્નો રજૂ થયા, માત્ર 145ની ચર્ચા થઇ

ગાંધીનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત વિધાનસભાની ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત વિધાનસભાની ફાઇલ તસવીર

વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કુલ 28 બેઠકો મળી હતી અને કુલ 115 કલાક અને 15 મિનિટ ગૃહની કામગીરી ચાલી હતી. સત્ર દરમિયાન 179 ધારાસભ્યો પૈકી 150 સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો અને 16 બિલ પસાર થયા હતા.

સત્ર દરમિયાન 9 સમિતિની બેઠક મળી
વિધાનસભા બજેટ સત્રમાં કુલ 8,527 પ્રશ્નોના જવાબો ગૃહમાં રજૂ થયા હતા પરંતુ માત્ર 145 પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા થઇ હતી. 1155 અતારાંકિત પ્રશ્નોના જવાબો ગૃહના મેજ પર મૂકાયા હતા. પ્રશ્નમાંથી ઉપસ્થિત થતી બાબત અંગે બે મુદ્દા પર અડધો કલાકની ચર્ચા ગૃહમાં થઇ હતી. 4 બિનસરકારી સંકલ્પો ચર્ચામાં હતા જે પૈકી બેનો સ્વીકાર કરાયો હતો જ્યારે બેનો અસ્વીકાર કરાયો હતો. 8 પોઇન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કરાયા હતા જ્યારે સભાગૃહના અવમાનનો એક બનાવ બન્યો હતો. 9 સમિતિની બેઠક મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો