ડિફેન્સ એક્સ્પો:એશિયાનો સૌથી મોટો ડિફેન્સ એક્સ્પો શરૂ, આજે PMના હસ્તે લોકાર્પણ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 1200 ડ્રોન ભારતના નકશા સહિતની ભવ્ય કૃતિઓ બનાવશે

ગાંધીનગરમાં એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોની મંગળવારથી શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોની હાજરીમાં બુધવારે ડિફેન્સ એક્સ્પોનું લોકાર્પણ થશે. સાંજે 7 વાગ્યા પછી હોટેલ લીલા પાસે ભવ્ય ડ્રોન શો યોજાશે, જેમાં 1200થી વધુ ડ્રોન અવનવી આકૃતિઓ તૈયાર કરશે, જેમાં ભારતના નકશા સહિતની આકૃતિઓ તૈયાર કરાશે. લોકો 22 સુધી એક્સ્પો નીહાળી શકશે.

મહાનુભાવોને ફરવા માટે 100 જેટલી ગોલ્ફકાર્ટ લેવામાં આવી છે
મહાત્મા મંદિર થતા એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સ્પોના કાર્યક્રમો છે. ત્યારે મહાનુભાવોને વધુ ચાલવું ન પડે તે માટે 100 જેટલી ગોલ્ફકાર્ટ લવાઈ છે. જેમાં અંદાજે 30 જેટલી મહાત્મા મંદિર ખાતે 70 જેટલી ગોલ્ફકાર્ટ એક્ઝિબિશન સેન્ટર ખાતે મુકાઈ હતી.
ચ રોડ પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં
ડિફેન્સ એક્સ્પોને પગલે ચ રોડ પર સવારે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ચ રોડથી સેક્ટર-17 લાઇબ્રેરી તરફ જવાના રસ્તે એક્સ્પોમાં જતા લોકોને પ્રવેશ અપાય છે. જેને પગલે અનેક લોકો રોડ પર જ વાહનો ઊભાં રાખીને મહેમાનોને ઉતારતા હતા, જેને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ઑફિસ સમયને પગલે સામાન્ય રીતે પણ ચ રોડ પર વાહનો વધુ હોય છે ત્યારે ડિફેન્સ એક્સ્પોનાં વાહનો પણ આવતાં ભારે ટ્રાફિક થયો હતો.

પૉઇન્ટના સ્ટેન્ડ-ચ રોડ પર ગાડીઓનું પાર્કિંગ, મેદાનો ખાલી પડેલા છે
ડિફેન્સ એક્સ્પોને કારણે ચ રોડ ચ-3થી લઈને 5 સુધી રોડની બંને સાઇડ વાહનો પાર્ક થઈ ગયાં હતાં. બીજી તરફ જૂના અને નવા સચિવાલય વચ્ચે આવેલું પૉઇન્ટનું બસ સ્ટૅન્ડ પણ ગાડીઓના પાર્કિંગથી ભરાઈ ગયું હતું. જેને પગલે તંત્ર દ્વારા આસપાસના ખાલી મેદાનોમાં ઊભા કરાયેલાં પાર્કિંગ પ્લેસ ખાલી રહ્યાં હતાં.

દિવસભર ટોઇંગવાન દોડી, 118 વાહન હટાવાયાં
​​​​​​ શહેરના 6 રોડ રસ્તા બંધ કરાયા છે. એક્સ્પો જોવા આવતા અધિકારીઓ અને ડેલીગેશનના કારણે શહેરમાં વાહનોનો ખડકલો જોવા મળતો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા 20 ક્રેન લવાઇ છે. ત્યારે પહેલા દિવસે 118 અડચણરૂપ વાહનોને પાર્કિંગમાં લઇ જવાયા હતા.

મેદાન ફાળવાયા છતાં લોકોએ પાઇન્ટના બસ સ્ટેન્ડ પર કાર પાર્ક કરી
નગરના સેક્ટર-17 એક્ઝિબિશન સેન્ટરમાં ભરાયેલા ડિફેન્સ એક્સપોના અલગ અલગ પાર્કિંગ હોવા છતાં તેનું પાલન કરાવવામાં પોલીસ ઉણી ઉતરી છે. જેને પરિણામે પોઇન્ટની બસો ઉભી રહેતા સ્ટેન્ડ ઉપર એક્સપોના વાહનોનું પાર્કિંગ થઇ ગયું છે. આથી પોઇન્ટની બસોને ક્યાં ઉભી રાખવી તે પ્રશ્ન ડ્રાઇવર અને કંડક્ટરોમાં ઉભો થયો છે.
ડિફેન્સ એક્સપોમાં આવતા મુલાકાતીઓ અને વેપારીઓ પોતાના વાહનો પાર્ક કરી શકે તે માટે નગરના અલગ અલગ વિસ્તારોમાં આઠેક જેટલા પાર્કિંગ ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ ઉભા કરેલા પાર્કિંગમાં વાહનોને પાર્ક કરાવવામાં આવતા જ નથી. જેને પરિણામે ચ-રોડ, સેક્ટર-17 અને પોઇન્ટ બસ સ્ટેન્ડ ખાતે આડેધડ થયેલા વાહનોના પાર્કિંગથી સ્થાનિક લોકોને હાલાકી વેઠવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...