તલાટીઓની અચોક્કસ મુદતની હડતાલને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ટેકો જાહેર કર્યો છે. આથી પ્રાથમિક શિક્ષકોને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગ્રામસભા કરવાનો આદેશો કર્યા છે. આથી પ્રાથમિક શિક્ષકોએ ગ્રામસભાની કામગીરી નહી કરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આદેશ કર્યો છે.
હર ઘર તિરંગા અંતર્ગત ગ્રામજનોને તિરંગાની ખરીદી કરીને પોતાના ઘર ઉપર લગાવવા માટે સમજાવવા ગ્રામસભા યોજવાની હતી. પરંતુ તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા ગ્રામસભાની કામગીરી અટકી પડી છે. ત્યારે રાજ્યના અમુક તાલુકામાંથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રાથમિક શિક્ષકો અને આચાર્યોએ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગ્રામસભા કરવાનો આદેશો કર્યા છે.
જેને લઇને પ્રાથમિક શિક્ષકોમાં રોષ ઉઠ્યો છે. હાલમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર શનિવારે એકમ કસોટી લેવાની સાથે સાથે કલા ઉત્સવ સહિતના કાર્યક્રમોનું આયોજન આપ્યું છે. તેમાં ગ્રામસભા કરવાના આદેશોથી બાળકોને ભણાવવા કે નહી તેવી સ્થિતિ પ્રાથમિક શિક્ષકોની બની રહી હોવાનું પ્રાથમિક શિક્ષકોએ જણાવ્યું છે. ત્યારે પ્રાથમિક શિક્ષકોની આવી સ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીષભાઇ પટેલે આદેશ કર્યો છે કે તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાલને ટેકો જાહેર કર્યો છે.
‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા વિવિધ એસો. સાથે બેઠક
હર ઘર તિરંગા અભિયાનને સફળ બનવવા માટે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા બેઠકોનો દૌર શરૂ કર્યો છે. બુધવારે મનપા દ્વારા ગાંધીનગરના વિવિધ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. જેમાં કાર્યક્રમ માટે જન-જન સુધી દરેક ઘરે તિરંગો લગાવવાનો સંદેશ પહોંચે તથા કાર્યક્રમનો બહોળો પ્રચાર-પ્રસાર થાય તેવા પ્રયત્ન કરાયા હતા.
ગાંધીનગર રિટેલર્સ એન્ડ પબ્લિક વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ વિરભદ્રસિંહ વાઘેલા, સેક્રેટરી વિનોદકુમાર ઉદેચા, હોલસેલર્સ એસોસિએશનના પ્રમુખ હિરેન ઠાકર તથા કમ્પ્યુટર હાર્ડવેર ઍન્ડ સોફ્ટવેર એસોસિએશનના પ્રમુખ વિપુલ દવે, સેક્રેટરી વિજય ત્રિવેદી સાથે જનસંપર્ક અધિકારી યાજ્ઞિક ઠેસિયા તથા ટેક્સ ઓફિસર પ્રકાશ પટેલ અને ધ્રુવકાન્ત જોશીએ બેઠક કરી હતી. જેમાં જનસંપર્ક અધિકારીએ સમગ્ર આયોજન અંગેની માહિતી વિવિધ એસોસિએશનને આપી હતી.
જેની સામે એસો. ના હોદ્દેદારોએ પૂરતો સહયોગ આપવા ખાતરી આપી હતી. હર ઘર તિરંગા મેટર માટેહળદર તિરંગાના રાષ્ટ્રીય અભિયાનમાં ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પણ 70 હજાર જેટલા આવાસો પર તિરંગો લહેરાવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા નાગરિકોને લાવેલા ભાવે ફ્લેગ મળી રહે તે માટે૨૨ જેટલા સ્થળો પર વેચાણ કરવામાં માટેનું આયોજન કરવામાં આવી છે. આ ઉપરાંત કંપનીઓ જાણીતા લોકો સામાજિક સંસ્થાઓના સહયોગથી પણ નાગરિકોને ફ્લેગ મળે તે પ્રમાણે નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મનપા દ્વારા જાણીતા લોકો સામાજિક સંસ્થાઓ ધર્મગુરુઓ સહિતના લોકોની મદદથી વધુમાં વધુ લોકો સુધી તિરંગા નો મેસેજ કરવામાં આવી રહ્યો છે. સરકારી કચેરીઓ શાળાઓ પોલીસ સ્ટેશન નાગરિકોના ઘરો દરેક સ્થળે ફ્લેગ લેહરાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનને લઈને 13, 14, અને 15મી ઓગસ્ટ ત્રણ દિવસ સુધી શહેરના મોટાભાગના ઘરોમાં દેશની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાય તેવું આયોજન છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.