અધિકારીઓ મુઝવણમાં:પટાવાળાની ભરતી બંધ થતાં ચૂંટણીની કામગીરી અટવાઇ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ મુઝવણમાં

રાજ્ય સરકારે છેલ્લા દોઢેક દાયકાથી વર્ગ-4 પટાવાળાની ભરતી જ કરવામાં આવી નથી. જેને પરિણામે વિધાનસભા ચુંટણીની કામગીરી માટે પટાવાળા જ મળતા નથી. આથી કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સિંગવાળા પટાવાળાને કામગીરીમાં સામેલ કરવા કે નહી તેવા પ્રશ્નો ચુંટણીની કામગીરી કરતા અધિકારીઓમાં ઉઠવા પામ્યા છે.

વિધાનસભાની ચુંટણીનું મતદાન આગામી તારીખ 5મી, ડિસેમ્બરના રોજ યોજાનાર છે. ત્યારે મતદાન મથકોને લઇને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉપરાંત મતદાનની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેના માટે જરૂરી તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. વધુમાં નાની તમામ પ્રકારની કામગીરી અંગેની જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે. ત્યારે મતદાન બુથ ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના કર્મચારીઓને કામગીરી માટે રાખવામાં આવે છે. જેમાં એક સેવકની ડ્યુટી સોંપવામાં આવે છે.

જોકે ચુંટણીની કામગીરી સંવેદનશીલ અને ગોપનીય હોવાથી તેમાં સરકારી જ કર્મચારીઓને સોંપવામાં આવે છે. જોકે જિલ્લા ચુંટણી પંચ દ્વારા સરકારી તમામ વિભાગના કર્મચારીઓને ચુંટણીની અલગ અલગ પ્રકારની કામગીરી સોંપવામાં આવી રહી છે. પરંતુ મતદાન બુથો ખાતે સેવકની કામગીરીને લઇને પ્રશ્નો ઉભા થવા પામ્યા છે. જોકે રાજ્ય સરકારે છેલ્લા દોઢેક દાયકાથી વર્ગ-4 કર્મચારીઓની ભરતી જ કરવામાં આવી નથી.

જેને પરિણામે હાલમાં દરેક સરકારી કચેરીઓમાં સરકારી ભરતીવાળા પટાવાળાની સંખ્યા ઘટી રહી છે. જેની સામે કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સિંગવાળા પટાવાળાની ભરતી કરવામાં આવી રહી છે. આથી મતદાન બુથો ઉપર સેવકની કામગીરી કયા કર્મચારીઓને સોંપવામાં આવે તેવી મુંઝવણ ચુંટણીની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓમાં ઉઠવા પામી છે. સરકારી કચેરીઓમાં સરકારી ભરતીવાળા પટાવાળા જ નહી હોવાથી હવે મતદાન બુથો ઉપર સેવકની કામગીરી માટે કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સિંગ કર્મચારીને રાખવા કે નહી તેવી મુંઝવણ છે.

અન્ય સમાચારો પણ છે...