તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના ટેસ્ટિંગની કામગીરી:કેસ વધતાં ગાંધીનગર મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી લેબોરેટરીમાં દરરોજના RTPCR ટેસ્ટિંગનું પ્રમાણ વધ્યું

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેબના કર્મચારીઓ રાત્રીના 2 વાગ્યા સુધી કોરોનાના ટેસ્ટિંગની કામગીરી કરી રહ્યાં છે

કોરોનાનું સંક્રમણ વધવાની સાથે સાથે ગાંધીનગર મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી લેબોરેટરીમાં દરરોજના આરટીપીસીઆર ટેસ્ટિંગનું પ્રમાણ વધ્યું છે. આથી દરરોજના 1500 જેટલા ટેસ્ટિંગ આવતા હોવાથી રાત્રીના 2 કલાક સુધી લેબના 20 જેટલા કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે. 20 દિવસથી કોરોનાના વધતાં કેસને પગલે હવે પરિસ્થિતિ ધીમે ધીમે બેકાબુ બની રહી છે. ત્યારે કોરોનાના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા માટે લોકો આરટીપીસીઆર ટેસ્ટ કરાવી રહ્યા છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી લેબોરેટરીના મેલીક્યુલર લેબોરેટરીમાં કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટીંગ કરાય છે. હાલમાં દરરોજના 1500 જેટલા સેમ્પલ ટેસ્ટીંગ માટે આવતા હોવાથી ટેસ્ટિંગની કામગીરી મધ્યરાત્રીના 2 કલાક સુધી ચાલતી હોવાનું માઇક્રોબાયોલોજી લેબના કર્મચારીઓએ જણાવ્યું છે. જોકે ટેસ્ટિંગ સેન્ટર ખાતેથી દર્દીનું સેમ્પલ લીધા બાદ 2 કલાકની અંદર સેમ્પલ લેબોરેટરીમાં આવે છે. લેબમાં સેમ્પલ આવ્યા બાદ બાયોસેફ્ટીક કેબિનેટમાં લાવીને સેમ્પલને ખોલવાય છે.

RTPCR ટેસ્ટની તબક્કાવાર કામગીરી
ટેસ્ટિંગ સેન્ટરમાંથી આવેલા સેમ્પલને પ્રથમ એલીકોટમાં લઇ જવાય છે.
સેમ્પલને નાના વાયલમાં 2થી 3 એમએલ જેટલું લેવામાં આવે છે.
ટેકનીશીયન દ્વારા સેમ્પલમાંથી આરએનએ છુટુ પાડવામાં આવે છે.
અલગ અલગ સોલ્યુશન નાંખીને પ્લેટીંગમાં મુકીને મશીનમાં મુકાય છે.
મશીનમાં મુકાયા બાદ દોઢ કલાક પછી રિપોર્ટ પોઝિટિવ, નેગેટિવ આવે છે.
કોરોનાના આરટીપીસીઆર એક ટેસ્ટીંગની સંપુર્ણ કામગીરી આઠ કલાક જેટલો સમય થાય છે.

સેમ્પલને ડિસએક્ટીવ કરાય છે
લેબમાં આવેલા સેમ્પલ બહાર ખોલવામાં આવે તો ઇન્ફેક્શન લાગી શકે છે. આથી સેમ્પલને બાયોસેફ્ટીક કેબિનેટમાં સેમ્પલ ખોલ્યા બાદ તેમાં ઇથેનોલ નાંખીને ડિસએક્ટીવ કરાય છે. ત્યારબાદ સેમ્પલના ટેસ્ટિંગ માટે નાના વાયલમાં લેવાની કામગીરી કરવામાં આવે છે.

1 કીટમાં 94 સેમ્પલનું ટેસ્ટિંગ થાય છે
કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ માટેની કીટમાં એક સાથે 94 સેમ્પલ લેવામાં આવે છે. જેનો રિપોર્ટ આવતા 8 કલાક જેટલો સમય થાય છે. સેમ્પલ કીટમાં મુકતી વખતે ખાસ કાળજી રાખવામાં આવે છે.

સેમ્પલને 24 કલાક સુધી કંઇ જ થાય નહી
ગળા અને નાકમાંથી લેવાયેલા સેમ્પલને 3થી 5 એમએલ મટીરીયલમાં લેવાય છે. ત્યારબાદ સેમ્પલને આઇસપેકની વચ્ચે વેક્સીન કેરીયરમાં મુકીને મોકલાય છે. જોકે સેમ્પલ લીધા બાદ 24 કલાક સુધી તેને કંઇ જ થતું નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો