તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:લવ જેહાદ સામે હાઇકોર્ટનો સ્ટે યથાવત્, સરકાર સુપ્રીમમાં જશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસ્વીર
  • કાયદેસરનાં લગ્નમાં પણ કલમ-5નો ભંગ થવાનું કહી ધરપકડ કરશો : કોર્ટ
  • નામ, અટક બદલી, હિન્દુ ધર્મનાં પ્રતીકોનો દુરુપયોગ કરી યુવતીઓને લલચાવીને ધર્માંતરણ કરવાનો પ્રયાસ નહીં સાંખી લેવાય : પ્રદીપસિંહ

લવ જેહાદના કાયદાના અધિનિયમ સુધારા કલમ 5 પરથી સ્ટે હટાવવા સરકારે કરેલી અરજી ચીફ જસ્ટિસની ખંડપીઠે ફગાવી દીધી છે. જેની સામે ગુજરાત હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. લગ્નના માધ્યમથી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે સરકારે ધર્મ સ્વાતંત્ર્ય કાયદામાં સુધારો કરીને તેનો અમલ શરૂ કર્યો હતો જેની સામે હાઇકોર્ટમાં થયેલી પિટીશનમાં હાઇકોર્ટે અમલીકરણ સામે સ્ટે આપ્યો હતો.

જેની સામે કરેલી અરજીને ફગાવી ખંડપીઠે અવલોકન કર્યુ કે સ્ટે હટાવવાનું કોઇ કારણ અમને જણાતુ નથી. ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે રાજ્યમાં હિન્દુ સહિત તમામ ધર્મની બહેન દિકરીઓને સુરક્ષિત કરવા અમે આગળ વધી રહ્યા છીએ. ખોટા હિન્દુ નામ ધારણ કરી, નાડાછડી જેવા હિન્દુ ચિન્હો, પ્રતિકોનો દુરૂપયોગ કરીને યુવતિઓને લગ્નની લાલચ આપી ફસાવવાની પ્રવૃત્તિ અમે સાંખી લઇશું નહીં.

સરકારની સુધારા અરજી હાઇકોર્ટે નામંજૂર કરી
લવ જેહાદના કાયદા સામે સ્ટે આપવાના હાઇકોર્ટના હુકમ બાદ સુધારો કરી કલમ-5નો ઉલ્લેખ દૂર કરવા સરકારે હાઇકોર્ટમાં અરજી કરી હતી.જેનો સ્વીકાર કરવાનું કોઇ કારણ નથી તેમ જણાવી હાઇકોર્ટે અરજી કાઢી નાખી છે. સરકારની અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે કોઇ વ્યકિતના આંતરધર્મિય લગ્ન કાયદેસરતાના અને પરસ્પર સહમતીથી થયા હોવા છતા કલમ-5 હેઠળ પૂર્વમંજુરી મેળવી નથી તેમ કહીને તમે તે વ્યકિતની ધરપકડ કરીને કહેશો કે કલમ-5નો ભંગ કર્યો છે.

જાડેજાએ કહ્યું કે અધિનિયમની કલમ-5 કે જે એક ધર્મથી બીજા ધર્મમાં પરિવર્તન માટેની પદ્ધતિ વિશેની જોગવાઇ કરે છે તેમાં ધર્મ પરિવર્તન માટે અગાઉની પરવાનગી વિશે જોગવાઇ કરે છે જેથી કલમ-5નો ઉલ્લેખ હાઇકોર્ટના હુકમના ફકરા-8માં ક્ષતિયુક્ત લાગતા હુકમમાં સુધારો કરી કલમ-5નો ઉલ્લેખ દૂર કરવા સરકારે આજે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી

અન્ય સમાચારો પણ છે...