ભારતની પ્રથમ બાયોટેકનોલોજી યુનિવર્સિટી ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (GBU), દ્વારા તાજેતરમાં જાણીતા વૈજ્ઞાનિક ડો. સુબીર એસ. મજુમદારની ડાયરેકટર જનરલ તરીકે નિમણૂંકની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે કુશળ વૈજ્ઞાનિક ડો. મજુમદારે ગઈકાલથી તેમનો કાર્યભાર સંભાળી લીધો છે. આ ઉપરાંત તાજેતરમાં જ ગુજરાત બાયોટેક યુનિવર્સિટીના ચેરમેન તરીકે સન ફાર્માસ્યુટિકલ્સના એમડી દિલીપ સંઘવીની નિમણૂક કરવામાં આવી હતી.
NASI રિલાયન્સ એવોર્ડસથી નવાજવામાં આવ્યાં હતા
ડો. સુબીર એસ મજુમદાર એનિમલ બાયોટેકનોલોજી,થેરાપ્યુટીક પ્રોટિન્સ અને ટ્રાન્સજેનિક એનિમલ પર વિશેષ ભાર મુકી રહ્યા છે. તેમણે નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર ખાતેથી ડોકટેરેટ રીસર્ચ કર્યુ છે. તેમણે સ્કુલ ઓફ મેડિસીન,સાઉધર્ન ઇલીયોનેસ યુનિવર્સિટી,કાર્બોન્ડેલ, યુએસ, ડિપાર્ટમેન્ટ ઓફ સેલ બાયોલોજજી એન્ડ ફીઝીયોલોજી, યુનિવર્સિટી ઓફ પીટ્સબર્ગ યુએસએ ખાતે તાલીમ લીધી છે. તેઓ જે ત્રણ એકેડેમીક ઓફ સાયન્સના ફેલો છે, તેમાં ટાટા ઇનોવેશન ફેલો(ડીબીટી) ,જેસી બોઝ ફેલો(એસઇઆરબી),કાઉન્સિલ મેમ્બરર ઓફ આઇએનએસએનો સમાવેશ થાય છે. તેમને નેશનલ એકેડમી ઓફ સાયન્સીઝ તરફથી NASI રિલાયન્સ એવોર્ડસથી નવાજવામાં આવ્યાં હતા.
ડાયાબિટીસ અને મેટાબાયોટીક ડિસઓર્ડર બાબતે મહત્વનું યોગદાન
ડૉ. સુબીરની મુખ્ય સિદ્ધિમાં ટ્રાન્સજેનેસિસની નવી તકનીકનો વિકાસ તો છે, સાથે તેઓ ડાયાબિટીસ અને મેટાબાયોટીક ડિસઓર્ડર બાબતે મહત્વનું યોગદાન આપ્યુ છે. COVID-19 દરમિયાન ડો.મજુમદાર મેડીકલ ઇન્સ્ટીટયુટને દોરવણી કરી હતી. તેમાં એઅમ્સ દિલ્હી, એઇમ્સ નોધપુર, ચેન્ન્ઇ, હૈદરાબાદ અને મેધાલયની મેડિકલ કોલેજ, ICMRના સ્થાનિક સેન્ટર્સ સાથે સાથે વાઇલ્ડ લાઇફ હેલ્થ પ્રોવાઇ઼ડર અને વેટરનરી યુનિવર્સીટીઝ(IVRI, GADVASU,MAFSU, TANUVAS)પ્રાણીમાંથી માણસમાં ટ્રાન્સમીશન પામતા રોગો અને તેનીમેથડોલોજી સ્ટ઼ડીઝ જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. આ અંગેના કોન્સોર્ટીયમને લીડ કરવા માટે ડીબીટી ગ્રાંટ એવોર્ડ કરવામાં આવી હતી.
છેલ્લાં પાંચ વર્ષમાં, ડૉ. સુબીરે હૈદરાબાદ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોટેકનોલોજી (NIAB)ની સૌથી યુવાન એવી ડીબીટી સંસ્થાના વિકાસનું સુકાશ સુપેરે સંભાળ્યું હતું. તેમની આગેવાની હેઠળ, બ્રુસેલાને શોધવા માટેની કિટ્સ, ટોક્સોપ્લાઝ્મા ગોન્ડી, સાપના ઝેરનું નિદાન, એન્ટિબાયોટિક્સની ઝડપી એલએફએ આધારિત શોધ બોવાઇન મિલ્કમાં એન્ટિબાયોટિક્સને શોધવા, આયર્ન નેનો-પાર્ટિકલ આધારિત પ્રીક્લિનિકલ મેસ્ટાઇટિસની તપાસ; મેસ્ટાઇટિસ અંગે ફિલ્ડ બેઝ સેન્સીટીવીટી ટેસ્ટ, અપ્ટામર બેઝ ગાય-ભેંસની પ્રેગનન્સી ડિટેકશન અંગ કીટ કે જેનુ કોમર્સિયલાઇઝેશન થયુછે કે તેના પ્રોસેસ શરુ થઇ ગયો છે.
આ સફળતાના આધારે, પીએમ કેર્સ ફંડે NIABને ભારતમાં બેમાંથી એક વેકસીન બેચ પરીક્ષણ સુવિધાઓ વિકસાવવી જવાબદારી સોંપી ડૉ. સુબીરે આ પડકાર લીધો હતો અને તે સુવિધા શરૂ પણ કરી, જેને હવે ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા દ્વારા કોવિડ -19 માટે બેચ પરીક્ષણ સુવિધા તરીકે નોટીફાઇ કરાઇ છે. ડૉ. મજુમદારે નાના પ્રાણીઓના દૂધમાં થેરાપ્યુટીક-ઉપચારાત્મક પ્રોટીનના ઉત્પાદનમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે (જેમ કે, ઇન્ટરફેરોન, આઇજીજી વગેરે) જેમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતમાં મોટા પાયે વસ્તી માટે તેમને સુલભ અને પોષણક્ષમ બનાવાની દિશમાં હાલમાં કામ કરી રહ્યા છે. પેસ્ટીસાઇડ્સની અસરને લઇને એન્વાર્યમેન્ટલ ટોક્સીસીટીની પ્રાણીની ફર્ટીલીટી પર કેવી અસર કરે તે અંગે પણ કામગીરી કરી છે. તેઓ વિવિધ પ્રોફેશનલ સોસાયટીઝ, એડવાઇઝરી કમીટી , રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સભ્ય છે,સાથે ડૉ. સુબીરે મલ્ટીપલ સોશિયો-ઇકોનોમિક પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું છે. તેમણે સો થી વધુ સંશોધન પેપર, અને પુસ્તકો લખ્યા છે, અને પાંચ પેટન્ટ પણ ફાઇલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.