નવી સરકારની રચનામાં મંત્રીમંડળમાં સમાવેશ ન થયો હોવા છતાં જૂના મંત્રીઓએ હજુ પણ પોતાને અગાઉ ફાળવાયેલા બંગલાનો કબજો પરત કર્યો નથી. જેના કારણે સ્થિતિ એવી થઇ છે કે નવા મંત્રીઓને હજુ પણ સર્કીટ હાઉસમાં રહેવું પડે છે. પૂર્વ મંત્રીઓની ગરિમા જાળવીને સરકાર કડક વલણ અપનાવી શકતી નથી બીજી તરફ જૂના મંત્રીઓનો પણ મંત્રીઓ પણ સરકારની મૃદુતાનો લાભ ઉઠાવી રહ્યા છે.હાલમાં જ સરકારે નવા તમામ મંત્રીઓને બંગલાની ફાળવણી કરી છે પરંતુ તે બંગલા હજુ ખાલી ન હોવાથી આ ફાળવણી માત્ર કાગળ પર જ રહી છે.
વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નિમાબેન આચાર્ય, પૂર્વ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, આર.સી.મકવાણા, ચૂંટણી હારી ગયેલા કીર્તિસિંહ વાઘેલા અને વિપક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવા સહિત કુલ 6 નેતાઓના બંગલા ખાલી થયા છે. રૂપાણી સરકારના 17 પૂર્વ મંત્રીઓને ગાંધીનગરમાં સેક્ટર-19 અને 20માં સરકારી બંગલા ફાળવવામાં આવ્યા છે, હવે ભૂપેન્દ્ર પટેલ સરકારના પૂર્વ મંત્રીઓએ પણ બંગલાની માગણી કરી છે. જ્યાં સુધી આ ફાળવણી નહીં થાય ત્યાં સુધી તેઓ મંત્રી આવાસ ખાલી નહીં કરે.
બંગલાની ફાળવણી માત્ર કાગળ ઉપર રહી
નવા મંત્રીઓ ભાનુબેન બાબરિયા, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિ મંત્રી બન્યા ત્યારથી હજુ સુધી ગાંધીનગર સર્કિટ હાઉસમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તે સિવાયના ઘણા મંત્રીઓ પોતાના ગાંધીનગરમાં આવેલા ખાનગી મકાનમાં રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.