વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવતા ફરી એકવાર ઠંડક, ગરમી અને વરસાદી એમ ત્રણ ઋતુઓનો સંગમ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર શહેરનાં વાતાવરણમાં આજે સવારથી અચાનક પલ્ટો આવતા ધુમ્મસની ચાદર છવાઈ જતાં હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે. તેમજ વિઝિબિલિટીમાં ઘટાડો થઈ જતાં વાહનચાલકોને વાહનની લાઇટો ચાલુ કરવાની ફરજ રહી છે.
ગાંધીનગરમાં સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં શહેરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર ફેલાઈ છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. લો વિઝિબિલિટીને કારણે વાહન વ્યવહાર ધીમો થઇ ગયો હતો. વહેલી સવારથી શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ જતાં આહ્લાદક નજારો જોવા મળી રહ્યો છે.
સવારથી ધુમ્મસને પગલે સ્કુલવાહનો, રોજગારી માટે જતા લોકો અને હાઇ-વે પર લોકોને વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી . વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે થોડીક ઠંડીનો પણ અહેસાસ નગરજનો અનુભવી રહ્યા છે. ઉનાળાની શરુઆત વચ્ચે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ છે અને ઘણાં ઠેકાણે ભારે ઝાપટાં પણ નોંધાયા છે. ઉનાળાની શરુઆત વચ્ચે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ છે અને ઘણાં ઠેકાણે ભારે ઝાપટાં પણ નોંધાયા છે. ગાંધીનગરમાં આજે સવારે હિલ સ્ટેશન જેવું વાતાવરણ બન્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવતા ફરી એકવાર ઠંડક, ગરમી અને વરસાદી એમ ત્રણ ઋતુઓનો સંગમ જોવા મળી રહ્યો છે. વતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી અમદાવાદમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. સવારના વાતાવરણમાં ઠંડક પણ વધી છે. આજે તથા આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસમાં મહત્તમ તાપમાનમાં વધારો થયા પછી તેમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ જ રીતે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.