મંત્રીમંડળની શપથવિધિ સમારોહ:નીતિન પટેલે એન્ટ્રી મારતાં જ તાળીઓનો ગડગડાટ, સ્ટેજ પર પટેલે ઉભા રહીને અભિવાદન ઝીલવું પડ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપાણી પણ હસી પડ્યા અને પટેલ સાથે હાથ મિલાવ્યા, પાટીલે બૂમ પાડી ‘અહિં આવી જાવ’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં સ્ટેજ પર સૌથી પહેલા વિજય રૂપાણીએ પ્રવેશ કર્યો પણ કોઇનું ધ્યાન ન પડતા હળવી તાળીઓ પડી હતી. એ પછી ભૂપેન્દ્ર યાદવ અને સી.આર.પાટીલ આવ્યા પણ ચહલપહલ ન થઇ. છેવટે નીતિન પટેલે એન્ટ્રી મારતા જ ભારત માતાકી જય અને તાળીઓના ગગડાટથી પોતાની ખુરશી તરફ જતા નીતિન પટેલને વચ્ચે જ ઉભા રહીને અભિવાદન ઝીલવું પડ્યું હતું.

નીતિન પટેલ આવ્યા એટલે તરત જ તાળીઓ પડી, રૂપાણી અને ભૂપેન્દ્ર યાદવ પણ હસી પડયા, હાસ્ય રોકવા છતાં તેઓ હાસ્ય રોકી શક્યા નહીં. નીતિન પટેલ આગળ વધતા પાટીલે સ્ટેજ પરથી જ બૂમ પાડીને નીતિન પટેલને બોલાવ્યા ‘નીતિનભાઇ અહિંયા, અહિંયા આવો..’ રાજ્યપાલની અનુમતિ મળતા જ 5- 5 જૂથમાં પહેલાં કેબિનેટ મંત્રીઓ પછી 5 રાજયકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ અને પછી 9 રાજયકક્ષાના મંત્રીઓની શપથવિધિ કરાઇ હતી.

હું 2022ની ચૂંટણી મહેસાણાથી લડીશઃ નિતીન પટેલ
મંત્રીમંડળની શપથવિધિ પછી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું કે, હું કોઇથી નારાજ નથી અને નારાજ રહીશ નહીં. 40 વર્ષથી સક્રિય રાજનિતીમાં છું. ચૂંટણી લડવી તે મારે નક્કી કરવાનું છે, ઉમેદવારી ચોક્કસ કરીશ, ટીકીટ આપવી,મંત્રી બનાવવા તે પક્ષની બાબત છે, પણ હું વર્ષ 2022ની ચૂંટણી મહેસાણાથી ચૂંટણી લડીશ.

નવી-જૂની હોતી નથી, અમે કાર્યકર્તા જ છીએ : રૂપાણી
​​​​​​​રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરુવારે સાંજના સમયે ગાંધીનગરથી રાજકોટ પહોંચ્યા હતા. રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘ખૂબ હળવાશ અને મુક્ત થઈને આવ્યો છું જેનો આનંદ છે. નવી ભૂમિકા શું રહેશે તે મામલે રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘નવી ભૂમિકા કે જૂની ભૂમિકા હોતી જ નથી, અમારી એક જ ભૂમિકા હોય છે કાર્યકર્તા.

અન્ય સમાચારો પણ છે...