તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • As Soon As It Is Reported That The Report Of The Performance Of The Government ministers Reaches The PMO, Many Ministers Are Inactive Due To Fear And Dissatisfaction Among Many!

રાજકારણ:સરકાર-મંત્રીઓની કામગીરીનો રિપોર્ટ PMO સુધી પહોંચે છે તેવી જાણ થતાં જ ઘણા મંત્રીઓ ડરને કારણે નિષ્ક્રિય તો ઘણામાં અંદરોઅંદર અસંતોષ!

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકાર અને સંગઠન વચ્ચે ચાલતી ખેંચતાણ હવે વધુ એક પાયરી ઉપર ચડી છે. છેલ્લાં ત્રણેક મહિનાથી ગુજરાત સરકાર અને તેના દરેક મંત્રીઓની કાર્યવાહીનો રીપોર્ટ હાલ વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી રહ્યો છે. દરેક મંત્રીમંડળના સભ્યની સરકારની વિભાગવાર અને જાહેર જીવનની કાર્યવાહીથી દિલ્હી વાકેફ રહે છે. એક સિનિયર મંત્રીના જણાવ્યા અનુસાર આ કારણોસર ઘણાં મંત્રીઓ વાંકમાં આવી ન જવાય તે હેતુથી લગભગ નિષ્ક્રિય કે ન્યુટ્રલ જેવા થઇ ગયાં છે. એક બીજા સિનીયર મંત્રીએ જણાવ્યું કે હાલ મંત્રીમંડળના સભ્યોમાં પણ અંદરોઅંદરની ખેંચતાણ વધી રહી છે.

અમદાવાદમાં અમિત શાહ જૂથ સક્રિય
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ નિયુક્તિ થયા ગૃહમંત્રી અમિત શાહ જૂથ સક્રીય થઇ ગયું છે. કોર્પોરેશનમાં મેયર કિરીટ પરમાર કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષ હિતેન્દ્ર બારોટ વધુ સત્તા ભોગવે છે, નવા શહેર પ્રમુખ અને પૂર્વ મેયર અમિત પોપટલાલ શાહ સંગઠનની ગતિવિધી તેજ કરી રહ્યા છે. આ બંન્ને શાહ જૂથના છે.

ભરતસિંહ જૂથની ગુપ્ત બેઠક
ગુજરાત કોંગ્રેસમાં હાલ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાને બદલવાની ચર્ચા ચાલી રહી છે, તેવામાં પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી જૂથના લોકોએ ખાનગીમાં બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખને લઇને જ ચર્ચા થઇ હતી જેમાં સોલંકી પોતે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ મળ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...