તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:કોરોનાના લક્ષણો બદલાતા હવે ટેસ્ટિંગમાં પણ ફેરફાર કરવાની દિશામાં આરોગ્ય વિભાગ અને ડૉક્ટરોની ટીમ કામે લાગી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાની પહેલી લહેર કરતા દર્દીમાં અલગ જ પ્રકારના લક્ષણો દેખાયા ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
કોરોનાની પહેલી લહેર કરતા દર્દીમાં અલગ જ પ્રકારના લક્ષણો દેખાયા ( ફાઈલ ફોટો)
  • કોરોનાની પહેલી લહેર કરતા દર્દીમાં અલગ જ પ્રકારના લક્ષણો જણાતા 'એસ જીન 'મ્યુટ આવી રહ્યો હોવાથી પેથોલોજી ટેસ્ટની પ્રક્રિયા બદલાશે

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં બદલાયેલા લક્ષણોની તપાસ માટે રાજ્યના આરોગ્ય વિભાગે બે ટીમ બનાવી છે, ખાસ કરીને કોરોનાના લક્ષણોમાં ફેરફાર થયા બાદ હવે કોરોના ટેસ્ટમાં પણ ફેરફાર કરવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.

મ્યુટેશન માટે કહેવું ઘણું વહેલુ છે
રાજયના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ મ્યુટેશન માટે કહેવું ઘણું વહેલુ છે. અમેં આ માટે બે ટીમ બનાવી છે અને તેના પરિણામ બાદ જ કહી શકાશે. ગત વર્ષે કોરોના સંક્રમીતને તાવ-શ્ર્વાસ લેવામાં તકલીફ અને શરીરમાં દુખાવા જેવા ચિહનો હતા. હવેના સંકેતોમાં વધુ પડતી ઠંડી, ગળામાં દુ:ખાવો જોવા મળે છે અને તેની તિવ્રતા ઓછી હોવાથી સંક્રમીત વ્યક્તિ વધુ ચિંતા કરતો નથી અને તે વાયરસ સાથે ફરે છે જેથી સંક્રમણ વધારે છે.

હાલના દર્દીઓના કોરોના ટેસ્ટમાં ‘એસ’ જીન જોવા મળતો નથી ( ફાઈલ ફોટો)
હાલના દર્દીઓના કોરોના ટેસ્ટમાં ‘એસ’ જીન જોવા મળતો નથી ( ફાઈલ ફોટો)

કોરોના ટેસ્ટમાં ‘એસ’ જીન જોવા મળતો નથી
અમદાવાદની સરકારી હોસ્પિટલના પેથોલોજી વિભાગના ડોક્ટરનું કહેવું છે કે, હાલના દર્દીઓના કોરોના ટેસ્ટમાં ‘એસ’ જીન જોવા મળતો નથી. તેઓ કહે છે કે જે કીટનો કોરોના ટેસ્ટ માટે ઉપયોગ થાય છે તે એસ-એન અને જીન પર આધારીત છે પણ કીટમાં બે-ત્રણ અથવા ચાર જીનની હાજરી દર્શાવે છે. પણ હાલના ટેસ્ટ એસ-જીન પકડાતો નથી. આથી મ્યુટેશન એસ-જીન જ મ્યુટ થયો હોય તેવી શકયતા નકારાતી નથી. જેથી આ નવા વેરીએશનનો ટેસ્ટ કરવા માટે કીટમાં ફેરફાર કરવા જરૂરી છે. મોટાભાગના ટેસ્ટમાં એસ-જીન નેગેટીવ આવ્યા છે જે આ જીન મ્યુટ થયો હોય તેવી શકયતા છે.

કોરોનાના લક્ષણોમાં ફેરફાર થયો
ગુજરાતના આરોગ્ય અધિકારીઓ કહે છે કે આ મ્યુટેશન માટે કહેવું ઘણું વહેલુ છે. અમોએ આ માટે બે ટીમ બનાવી છે અને તેના પરિણામ બાદ જ કહી શકાશે. ગત વર્ષે કોરોના સંક્રમીતને તાવ-શ્ર્વાસ લેવામાં તકલીફ અને શરીરમાં દુખાવા જેવા ચિહનો હતા. હવેના સંકેતોમાં વધુ પડતી ઠંડી, ગળામાં દુ:ખાવો જોવા મળે છે.

ખાનગી હોસ્પિટલોમાં 45 ટકા બેડ ભરાઈ ગયાં ( ફાઈલ ફોટો)
ખાનગી હોસ્પિટલોમાં 45 ટકા બેડ ભરાઈ ગયાં ( ફાઈલ ફોટો)

ખાનગી હોસ્પિટલોમાં બેડ ભરાવા લાગ્યા
છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થતાં ખાનગી હોસ્પિટલોમાં બેડ ભરાવા લાગ્યા છે. જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં એક તબક્કે ખાનગી હોસ્પિટલોમાં 96 ટકા સુધી બેડ ખાલી હતા. જો કે, માર્ચના પ્રારંભથી જ સ્થિતિ વણસતાં હાલ 45 ટકા જેટલા બેડ ભરાઈ ગયા છે. વેન્ટિલેટર સાથેના આઈસીયુ બેડ 42 ટકા જ્યારે વેન્ટિલેટર વગરના આઈસીયુ બેડ 45 ટકા ભરાઈ ગયા છે. એ જ રીતે આઈસોલેશન વોર્ડના બેડ પણ 41 ટકા ભરાઈ ગયા છે.

રાજ્યમાં નવા કેસનો આંકડો પહેલીવાર 2 હજારને પાર
ગુજરાતમાં કોરોના હવે પીક પર આવી ગયો છે. રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો પહેલીવાર 2 હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2190 નવા કેસ નોઁધાયા છે. સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર થયો છે. જેમાં સુરતમાં 745 અને અમદાવાદમાં 613 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 1422 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરત શહેરમાં 4, અમદાવાદ અને રાજકોટ શહેરમાં 1-1 મળી કુલ 6 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,479 થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો