તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કોરોનાના કેસ વધતા પેથાપુરના સરકારી દવાખાનાને નવું બનાવવા ઉગ્ર માગણી

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવાખાનું જર્જરીત બની જતા હાલમાં બંધ કરી દેવામાં આવ્યુ છે
  • સરકારી દવાખાનામાં પાયાની સુવિધા ન હોવાથી સિવિલ હોસ્પિટલમાં જવા મજબૂર બનતા નગરવાસીઓ
  • ગૃહમંત્રી અમિત શાહને લેખિત રજૂઆત કરાઈ

કોરોનાની મહામારીમાં પણ પેથાપુરના સરકારી દવાખાનાના જર્જરીત મકાન નવું નહી બનાવતા સ્થાનિક લોકોને સારવાર માટે ગાંધીનગર સિવિલ કે ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડી રહી છે. આથી સ્થાનિક લોકોને આરોગ્ય સુખાકારી પેથાપુરમાં જ મળી રહે તે માટે જર્જરીત સરકારી દવાખાનાનું મકાન નવું બનાવવાની સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

મનપા વિસ્તારમાં સમાવેશ પેથાપુરમાંથી દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. જોકે પેથાપુરના 35000થી વધુ લોકોને આરોગ્ય સેવા પેથાપુરથી મળી રહે તે માટે સરકારી દવાખાનું બનાવાયુ હતું. પરંતુ હાલમાં જર્જરીત હોવા છતાં તેને નવું મકાન પાલિકાના શાસનમાં બનાવાયુ નથી. જ્યારે હવે પેથાપુર પાલિકાનો ગાંધીનગર મનપામાં સમાવેશ કરાયો છે. ત્યારે સ્થાનિક લોકોને જર્જરીત સરકારી દવાખાનાના મકાનમાંથી છુટકારો મળે તેવી માંગ ઉઠી છે.

સ્થાનિક લોકોને આરોગ્ય લક્ષી સેવા પેથાપુરમાંથી ન મળતા સગાંધીનગર સિવિલ કે ખાનગી હોસ્પિટલ કે દવાખાનામાં જવાની ફરજ પડી રહી છે. તો પેથાપુરના સરકારી દવાખાનાના જર્જરીત મકાનને તોડી નવું બનાવીને દવાખાનું ચાલુ કરાય તેવી માંગણી સાથે હિંગળાજ સેવા દળ અને સ્થાનિકોએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો