રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ રાત પડતાં જ મોટાભાગના તમામ મેડિકલ સ્ટોર્સ બંધ થઈ જતાં હોવાથી ઈમરજન્સીમાં દવા લેવા માટે જરૂરિયાત મંદ દર્દીઓને વલખાં મારવાનો વખત આવ્યો છે. જેનાં પગલે શહેર વસાહત મહા સંઘ દ્વારા મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાનને પત્ર લખીને રાત્રીના સમયે ચોવીસ કલાક અમુક મેડિકલ સ્ટોર્સ શરૂ કરાવવા રજૂઆત કરવામાં આવી છે.
રાજયના પાટનગર ગાંધીનગરમાં રાત્રીના સમયે મોટાભાગના મેડિકલ સ્ટોર્સ બંધ થઈ જતાં હોવાથી ઈમરજન્સીમાં જરૂરિયાતમંદ દર્દીઓને દવા માટે વલખાં મારવાનો વખત આવ્યો છે. જેનાં કારણે પાટનગર ગાંધીનગર શહેરમાં દિવા તળે અંધારું જેવો ઘાટ ઘડાયો છે. આ અંગે શહેર વસાહત મહા સંઘના મહામંત્રી રાજેન્દ્ર પારેખે જણાવ્યું હતું કે, ગાધીનગર શહેરમાં આગાઉ 24 કલાક એક મેડિકલ સ્ટોર્સમાં દવાઓ મળી રહેતી હતી.અનિવાયૅ સંજોગોમાં તે પણ બંધ થઈ જતાં રાતે ઈમરજન્સીમાં દવા મળતી નથી.દવા લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે વી.એસ. જવું પડે છે.
જેથી ગાંધીનગર શહેરમાં જ દવા મળી રહે તે માટે એક મેડિકલ સ્ટોર્સને સુચના આપવામાં આવે તેવી વસાહતીઓની લાગણી છે.અગાઉ હું સિવિલ હોસ્પિટલમાં સલાહકાર સમિતિમાં હતો ત્યારે હોસ્પિટલમાં જ નહીં નફો નહીં નુકસાનનાં ધોરણે વ્યાજબી ભાવે દર્દીઓને દવાઓ મળી રહે તે માટે રજૂઆત કરી હતી.જોગાનુજોઞ જૈનરિક દવાઓ મળી રહે તે માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઔષધ ભંડાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલું કરવામાં આવેલ છે.
ત્યારે અહીં જ જરૂરી દવાઓ તેમજ ઈનજીકસન મળી રહે તો ગાંધીનગર શહેર ઉપરાંત ચ- 0થી કોબા સર્કલ સુધી તેમજ ધ-0 થી સરગાસણ -ખોરજ સુધી વસતા વસાહતીઓ લાભ લઈ શકે છે. અને લોકોને અમદાવાદ સુધી જવું નાં પડે. આથી આ મામલે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી દ્વારા સત્વરે ઘટતી કાર્યવાહી કરી ઈમરજન્સીમાં તાત્કાલિક આરોગ્ય સેવા મળી રહે તેની વ્યવસ્થા ગોઠવવા માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.