અધિક કલેક્ટર એક્શન મોડમાં:પાટનગરમાં આંદોલનો શરૂ થતાં અધિક કલેક્ટર એક્શન મોડમાં, શહેરી વિસ્તારમાં મંડળી બનાવી સરઘસ-રેલી કાઢવા પર પ્રતિબંધ

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજથી 17 સપ્ટેમ્બરસુઘી ચાર કરતાં વધું વ્યક્તિઓ એક સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇ શકશે નહીં

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પડતર માંગણીઓને લઇને વિવિધ સંગઠનો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગરમાં આંદોલન શરૂ કરવામાં આવતાં અધિક કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે. આજથી 17મી સપ્ટેંબર સીધું શહેરી વિસ્તારમાં કોઇ વ્યક્તિઓ મંડળ બનાવી સરધસ- રેલી કાઢવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

વિવિધ સંગઠન રેલી, સરઘસ સ્વરૂપે ગાંધીનગરમાં આવતા જતા હોય છે
આ અંગે ગાંધીનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.ડી.સિંહે જણાવ્યું હતું કે, ગાંધીનગર ગુજરાતનું પાટનગરનું શહેર છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં વિધાનસભા, સચિવાલય, રાજભવન, મંત્રીઓના નિવાસસ્થાનો, ખાતાઓના વડાઓની કચેરી, ઉભોગ ભવન, બહુમાળી ભવન, એમ.એલ.એ.કવાર્ટસ, શાળા- કોલેજો જેવી સરકારી ઇમારતો આવેલી છે. ગાંધીનગર ખાતે વિવિધ મંડળો તેમની માંગણી અર્થે રજૂઆતો કરવા તથા આવેદનપત્ર આપવા સારું પ્રતિનિધિ મંડળ દ્વારા રેલી, સરઘસ સ્વરૂપે ગાંધીનગરમાં આવતા જતા હોય છે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
ગાંધીનગરના ઘ-૩ ખાતે વિવિઘ મંડળો તથા વ્યક્તિઓ દ્વારા પ્રતિક ઉપવાસના કાર્યક્રમો ચાલુ હોય છે. જેથી ગાંધીનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે ખૂબ જરૂરી છે. કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ગાંધીનગર તરીકે મળેલ સત્તાની રૂએ તા. આજથી થી 17 સપ્ટેમ્બરનાં 24 કલાક સુધીની મુદત માટે ચાર કરતાં વઘુ વ્યક્તિઓ એક સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇ શકશે નહિ.કોઇ મંડળી, રેલી કે સરઘસ કાઢવા માટે પણ મનાઇ ફરમાવવામાં આવે છે.

જાહેરનામું લગ્નના વરઘોડા અને સ્મશાન યાત્રાને લાગું પડશે નહીં
વધુમાં તેમણે ઉમેર્યું છે કે આ હુકમ ફરજ પરના સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તેવી વ્યક્તિઓને, ગૃહ રક્ષક દળની વ્યક્તિને, લગ્નના વરઘોડા અને સ્મશાન યાત્રાને લાગું પડશે નહિ. તેમજ સંબંઘિત મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરફથી પોલીસ અભિપ્રાય મેળવી ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવેલ હોય તેમને લાગું પડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...