તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજગારીનો સ્ત્રોત:કેવડિયા ખાતેના આરોગ્ય વનમાં 37 જેટલા સ્થાનિક યુવક-યુવતીઓએ રોજગારી મેળવી, ફેશન ડિઝાઈનર આરોગ્ય વન વિશે પ્રવાસીઓને માહિતગાર કરે છે

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
આરોગ્ય વનમાં 380 પ્રજાતિના પાંચ લાખ ઔષધિય રોપાઓ ઉછેરવામાં આવ્યા - Divya Bhaskar
આરોગ્ય વનમાં 380 પ્રજાતિના પાંચ લાખ ઔષધિય રોપાઓ ઉછેરવામાં આવ્યા
 • 17 એકરમાં પથરાયેલ આરોગ્ય વનમાં 380 પ્રજાતિના પાંચ લાખ ઔષધિય રોપાઓ ઉછેરવામાં આવ્યા છે

કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે સ્થાનિક આદિવાસી યુવક-યુવતિઓ માટે ઘર આંગણે જ રોજગારી આપવાનું માધ્યમ બન્યું છે. અહીં બનાવવામાં આવેલા આરોગ્ય વનમાં હાલમાં 37 સ્થાનિક યુવક-યુવતીઓ રોજગારી મેળવી રહ્યા છે. આ આરોગ્ય વનમાં અહીંના સ્થાનિક ગાઈડ મીઠો આવકાર આપવા સાથે આરોગ્ય વનમાં ઉછેરવામાં આવેલ ઔષધિય રોપા વિશે ઝીણવટભરી અને વિસ્તૃત માહિતી પૂરી પાડે છે. આ યુવક યુવતીઓ કોઈ મોટા શહેરોના નથી પરંતુ કેવડીયા અને તેની આસપાસના વિસ્તારના યુવક યુવતીઓને તેમની લાયકાત મુજબ અહીં રોજગારી પૂરી પાડવામાં આવી છે. સ્થાનિક યુવાઓને અહી રોજગારી મળતા તેઓ પોતાની ખુશી વ્યક્ત કરે છે.

સ્થાનિક યુવાઓને અહી રોજગારી મળતા તેઓ પોતાની ખુશી વ્યક્ત કરે છે
સ્થાનિક યુવાઓને અહી રોજગારી મળતા તેઓ પોતાની ખુશી વ્યક્ત કરે છે

આરોગ્ય વનમાં શ્રમિકને ગાઈડ તરીકે કામ મળ્યું
આરોગ્ય વનમાં ગાર્ડન ઓફ કલર્સમાં ફરજ બજાવતા ફૂલવાડીના ભાવેશભાઈ તડવી માત્ર ધો.12 પાસ છે. એક સમયે તેઓ અહીં આરોગ્ય વન નિર્માણ માં રોજમદાર તરીકે કામ કરતા હતા. આજે તેઓ આરોગ્ય વનમાં આવતા પ્રવાસીઓને ગાર્ડન ઓફ કલર્સ વિશે એક ગાઈડ તરીકે વિગતવાર જાણકારી આપે છે. ભાવેશ તડવી કહે છે હું અહી મજૂરી કરતો હતો, પરંતુ મારી લાયકાત મુજબ વનવિભાગ દ્વારા મારી ગાઈડ તરીકે પસંદગી કરવામાં આવી તેનો મને આનંદ છે. એટલું જ નહિ હવે મારે હવે રોજગારી માટે અન્ય સ્થળે જવું પડતું નથી. મને સ્થાનિક ઘરઆંગણે રોજગારી પ્રાપ્ત થઈ છે.

આરોગ્ય વનમાં ઉછેરવામાં આવેલ ઔષધિય રોપા વિશે માહિતી પૂરી પાડે છે
આરોગ્ય વનમાં ઉછેરવામાં આવેલ ઔષધિય રોપા વિશે માહિતી પૂરી પાડે છે

રવિનાએ રાષ્ટ્રપતિને ગોલ્ફકાર્ટમાં આરોગ્ય વનની મુલાકાત કરાવી હતી
સમશેરપુરાની રવિના તડવીની વાત જ કંઇક અલગ છે. ધો.12 પાસ કર્યા બાદ રવિનાએ કમ્પ્યુટરનો કોર્સ કર્યો, રવિના આરોગ્ય વનમાં ગાઈડ ઉપરાંત ગોલ્ફ કાર્ટ પણ ચલાવે છે. રવિનાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને ગોલ્ફ કોર્ટમાં ફેરવવાનો મોકો મળ્યો હતો તેની ખુશી વ્યક્ત કરતાં કહે છે કે મારા જેવી સામાન્ય ઘરની યુવતી માટે આ ખૂબ જ આનંદની પળ હતી. રવિનાના પિતા ખેતીકામ કરે છે. આદિવાસી સમુદાયની રવિનાને ઘરઆંગણે જ રોજગારી મળતા પરિવારને ખૂબ જ મોટી આર્થિક મદદ મળી છે.

રવિનાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને ગોલ્ફ કોર્ટમાં ફેરવવાનો મોકો મળ્યો
રવિનાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને ગોલ્ફ કોર્ટમાં ફેરવવાનો મોકો મળ્યો

ફેશન ડિઝાઈનર આરોગ્ય વન વિશે પ્રવાસીઓને માહિતગાર કરે છે
સુકા ગામની માર્ગી પટેલે આમ તો ફેશન ડિઝાઇનનો અભ્યાસ કર્યો હતો. પરંતુ ઘર આંગણે જ રોજગારીનો અવસર મળતા માર્ગી પટેલ આરોગ્ય વનમાં ડિજિટલ ઇન્ફર્મેશન સેન્ટરમાં આરોગ્ય વન વિશે પ્રવાસીઓને માહિતગાર કરે છે. વડાપ્રધાન મોદીને પણ આરોગ્ય વનમાં ઔષધિય રોપાઓથી અવગત કરવાની તક મળી હતી તેનો આનંદ વ્યકત કરતા માર્ગી કહે છે કે તે મારા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. તો સુકા ગામની જ હેતલ પટેલ ઘર આંગણે જ વાતાવરણ શુદ્ધ કરતા અને ઔષધિય રોપા અંગે ઇન્ડોર પ્લાન્ટમાં પ્રવાસીઓને માહિતગાર કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો