તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પાટનગરને પોતાનું ઘર માની ચુકેલા 25 હજાર જેટલાં પરપ્રાંતિયો મહાનગર પાલિકામાં તેમનું પ્રતિનિધિત્વ ઝંખી રહ્યાં છે

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ કોઇ પરપ્રાંતિયને ટિકિટ ના આપે તો ચોક્કસ ભાજપના મતોમાં વિભાજન થઇ શકે

ગાંધીનગરમાં ચૂંટણીનો મહાજંગ મંડાઇ ચૂક્યો છે અને શહેરમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ આ વખતે પ્રજાનું પ્રતિનિધિત્વ કરવા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે તેમાં પાટનગરને પોતાનું ઘર માની ચુકેલા 25 હજાર જેટલાં પરપ્રાંતિયો મહાનગર પાલિકામાં તેમનું પ્રતિનિધિત્વ ઝંખી રહ્યાં છે. હાલ આમ આદમી પાર્ટીએ પહેલીવાર ગાંધીનગરમાં પરપ્રાંતિયને વોર્ડ નં.૩માં ટિકિટ આપી છે. જેમાં પરપ્રાંતિયોમાં ભાજપનું વર્ચસ્વ છે, જો હવે ભાજપ કોઇ પરપ્રાંતિયને પ્રતિનિધિત્વ ટિકિટ ના આપે તો ચોક્કસ આ વોર્ડનાં ભાજપના મતોમાં વિભાજન થઇ શકે છે.

શહેરમાં વસતા પરપ્રાંતિયોમાં મોટાભાગના શ્રમિક અને લારી-ગલ્લાં-પાથરણાંમાં નાના નાના વ્યવસાય કરતાં વેપારીઓ છે જેમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેથી તેમનો અવાજ શહેરના વહીવટમાં સંભળાય તેવી તેમની લાગણી છે. શહેરના સેક્ટર-24માં મોટી સંખ્યામાં હિન્દીભાષી પરિવારો વસે છે. જેને પગલે વોર્ડનં.૩માં પરપ્રાંતિયોના અંદાજે ચારેક હજાર મતદાતા છે જે ધ્યાનમાં રાખીને આપ પાર્ટીએ રાજસ્થાની ભરત જોશીને ટિકિટ આપી છે. જોકે આ વોર્ડના પરપ્રાંતિય મતદારોનો ઝોક ભાજપ તરફી રહ્યો છે અને જેઓ સેક્ટર-24માં શ્રીનગર હાઉસિંગ ખાતે રહેતા પરપ્રાંતિય અગ્રણી તુલસીભાઈ માળીને પોતાના પ્રતિનિધિ તરીકે સ્વીકારે છે.

મૂળ રાજસ્થાની પરંતુ છેલ્લા 40થી વધુ વર્ષોથી ગુજરાતને પોતાની કર્મભૂમી બનાવીને ગાંધીનગરમાં વસવાટ કરતાં તુલસી માળી પૂર્વ સહકાર મંત્રી વાડી પટેલના સમયથી ભાજપ સાથે જોડાઈને સતત શિસ્તબદ્ધ અને સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે સેવાઓ આપવા સાથે તેઓ ગાંધીનગરના લારી-ગલ્લા અને પાથરણા થકી પોતાના પરિવાર માટે પેટિયું રળતા નાના વેપારીઓ તથા મજૂરી કરતાં શ્રમિકો માટે તેમનો અવાજ ઉચ્ચ કક્ષાએ પહોચાડતાં રહ્યાં છે અને ગાંધીનગરમાં વસતા રાજસ્થાની ઉપરાંત અન્ય રાજયોના મળીને અંદાજે પચ્ચીસેક હજાર જેટલા હિંદીભાષી પરપ્રાંતિયોના મહત્વના વિશ્વાસુ પ્રતિનિધિ તરીકે કાર્યરત છે. સંવેદનશીલ સ્વભાવ ધરાવતા તુલસી માળીએ કોરોના કાળમાં લોકડાઉન સમયે ઘ-5 ફૂડ કોર્ટ ખાતેથી ગરીબ અને જરૂરિયાતમંદ શ્રમજીવી પરિવારોને અવિરત ભોજન સેવા પૂરી પાડવા સાથે ગૌમાતા માટે ઘાસચારાની વ્યવસ્થા તેમજ તે સમયે જીવનું જોખમ લઈને પણ ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ, પોલીસ સ્ટાફ તથા સફાઈ કર્મચારીઓ વગેરેને સતત ચા-નાસ્તાની સુવિધા અને માસ્ક-સેનેટાઇઝરનું વિતરણ કર્યું હતું.

તુલસી માળી ગુજરાત પરપ્રાંતિય બક્ષીપંચ અધિકાર મંચના કન્વીનર હોવા સાથે તેમણે ગાંધીનગર જિલ્લા પ્રમુખની આગેવાની હેઠળ લઘુ સ્વરોજગાર સેલના કન્વીનર તરીકે અને ભાજપના બક્ષિપંચ મોરચાના મંત્રી તરીકે પણ ફરજ બજાવી છે. તેઓ વર્ષ 2016થી 2020 સુધી ભાજપ શહેરની કારોબારીમાં રહી ચૂક્યા છે, તેઓ અલગ અલગ સમાજના વિવિધ હોદ્દાઓ જેવાકે મીના બજાર ખાતેના પ્રગતિ લારી-પાથરણાં મંડળના વર્સ 2010થી પ્રમુખ છે તેમજ રાજસ્થાન સમાજ સેવા ટ્રસ્ટનાં અધ્યક્ષ હોવા સાથે ગાંધીનગર રામી-માળી સમાજના 1998થી ટ્રસ્ટી છે તેમજ અમદાવાદથી કાર્યરત મહાત્મા જ્યોતિબા ફુલે સેવા સમિતિના સંગઠન મંત્રી છે. તેઓ વોર્ડ નં.3માં ભાજપની ટિકિટ મેળવવા સંપૂર્ણ સક્ષમ દાવેદાર છે જેમને અવગણવાથી ભાજપના મતો આપના પરપ્રાંતિય ઉમેદવારને મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો