ધરપકડ:હનીટ્રેપમાં લોકોને ફસાવવા માટે અરવિંદ IPSના એક સ્ટારવાળાં કપડાં રાખતો હતો

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાવોલમાં ​​​​​​​વેપારીને ​​​​​​​ગોંધી રાખનારા મુખ્ય આરોપીને પોલીસે કાલુપુરથી ઝડપી લીધો

વાવોલમાં યુવતી અને તેના સાગરિતોએ અમદાવાદના વેપારીને હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો. આ બનાવમાં પોલીસે એક સપ્તાહ બાદ યુવતીને ઝડપી લીધા બાદ મુખ્ય સૂત્રધાર અરવિંદને કાલુપુરથી ઝડપી લીધો હતો. અરવિંદને કોર્ટમાં રજૂ કરાતાં 4 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા છે. અરવિંદ લોકોને ફસાવવા માટે આઇપીએસનો એક સ્ટારવાળો યુનિફોર્મ રાખતો હોવાનું તથા પિસ્તોલ આકારનું લાઇટર સાથે રાખતો હતો. સોશિયલ મીડીયામા એકાઉન્ટ બનાવી આકર્ષક ફોટા મુકીને અનેક લોકોને લલચાવતી યુવતિઓ દ્વારા શિકાર શોધવામા આવતા હોય છે. અનેક લોકો આવા શિકારીની ઝાળમા ફસાઇ પણ જતા હોય છે.

ત્યારે એક પખવાડીયા પહેલા અમદાવાદ વેજલપુરમા રહેતા મહેન્દ્રસિંહને ઇન્સ્ટાગ્રામ ઉપર રીક્વેસ્ટ મોકલ્યા બાદ સંદેશાની આપ લે કરવામા આવી હતી. ત્યારબાદ છટકુ ગોઠવીને વાવોલ સ્વર્ણિમ પેરેડાઇઝમા ભાડાના મકાનમા બોલાવ્યો હતો અને બાદમા તેને બંધક બનાવી રૂપિયાની માગણી કરી હતી. પરંતુ આરોપીઓને રૂપિયા મળે તે પહેલા બંધક પોતાની રીતે છુટીને ભાગી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સેક્ટર 7 પોલીસ મથકમા મહેન્દ્રસિંહે ફરિયાદ નોંધાવ્યા બાદ વાવોલ ચોકીના પીએસઆઇ ડી. એન. પરમારની ટીમ દ્વારા કાર્યવાહી કરવામા આવી હતી.

હનીટ્રેપમા ફસાવનાર યુવતિ હિના પ્રહલાદસિંહ રાણાવત (રહે ચાંદરવાડા તા. બાંસવાડા રાજસ્થાન)ની ધરપકડ કરી રીમાન્ડ પણ લીધા હતા. અરવિંદસિંહ સ/ઓ ગંભીરસિંહ પૃથ્વીસિંહ રાવ (રહે. વોર્ડ નંબર- 2, ગરડા ગામ પોસ્ટ ધાવડી થાના દોવડા તા.જિ. ડુંગરપુર) સાથે સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. બાદમા બકરા શોધવાનુ શરૂ કર્યુ હતુ. હિનાનો પ્રેમી અરવિંદ હિનાના રીમાંડ બાદ ફરાર થઇ ગયો હતો.

પરંતુ ડી. એન. પરમારની ટીમે તેને કાલુપુરની ભરોસા ગેસ્ટ હાઉસમા 9થી 11 નવેમ્બર સુધીનુ રોકાણ કર્યુ હતુ. ત્યારે પોલીસને તેની પાસેથી એક બેગ મળી હતી. જેમા એક સ્ટારવાળી આઇપીએસ પહેરતા હોય છે તેવો યુનિફોર્મ મળી આવ્યો હતો. જ્યારે રીવોલ્વોરના આકારનુ એક લાઇટર પણ મળી આવ્યુ હતુ. પોલીસની ટીમે તમામ વસ્તુઓને જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અનેકને શિકાર બનાવ્યા હોવાની શંકા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટોળકી દ્વારા અમદાવાદના વેપારીને હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો, તે ઉપરાંત અન્ય એક વ્યક્તિને શિકાર બનાવ્યો છે. તે ઉપરાંત પણ અનેક શિકાર બનાવ્યા હોવાની શક્યતા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...