તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ગઠિયાએ મજૂરને પણ ના છોડ્યો, લીંક મોકલી ખાતામાંથી 85 હજાર ઉપાડ્યા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજીનો વેપાર કરતા યુવકના ખાતામાંથી 3 ટુકડે નાણાં ઉપાડ્યાં હતાં

ઓનલાઇન નાણા આપવાની લાલચ આપી ગઠિયાઓ અનેકવાર લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યા છે. છતા નાગરિકો પણ લાલચમાં આવી પોતાના એકાઉન્ટના પાસ આપી ગઠિયાઓની જાળમાં ફસાઇ જાય છે. અમદાવાદના રાયખડ વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી તથા શાકભાજીનો વેપાર કરતા યુવકનો પાસવર્ડ માગી ગઠિયો રૂ. 85 હજાર બઠ્ઠાવી ગયો હતો. યુવકે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, 24 વર્ષીય પ્રવિણભાઇ રણછોડભાઇ સોલંકી (રહે, ભવનાથ સોસાયટી, ચાણક્યપુરી, અમદાવાદ) સોસાયટી વિસ્તારમાં શાકભાજીની લારી ચલાવી ગુજરાન ચલાવી રહ્યા છે. ગત 3 માર્ચના 21ના રોજ સવારે 9 વાગ્યે રાયસણમાં બની રહેલા બિલ્ડીંગ પાસે સેન્ટીંગનો માલ સામાન ખાલી કરવા મજૂરી અર્થે આવ્યો હતો. સામાન ખાલી કરી રહ્યો તે દરમિયાન એક અજાણ્યા નંબર ઉપરથી પ્રવિણના મોબાઇલ પર ફોન આવ્યો હતો.

જેમા હુ ફોન પે માંથી રાકેશ શર્મા મુંબઇથી વાત કરું છુ કહી તમારા ફોન પેમાં રૂ. 4999નું વાઉચર મળેલ છે કહી બેંકની તમામ માહિતી જણાવી દીધી હતી. જેને લઇને પ્રવિણને સામે વાળી વ્યક્તિ કંપનીમાંથી હોવાનો અહેસાસ થયો હતો. ત્યારબાદ મોબાઇલમાં એક લીંક મોકલાવી હતી.

જેને ખોલતા બીજી એક લીંક મળી હતી અને તુરંત ત્રીજી પણ એક લીંક ખોલતા પ્રવિણના બેંકના બચત ખાતામાંથી પહેલા 4999, ત્યારબાદ 39999 અને બીજીવાર 39999 મળી કુલ 84997 રૂપિયા કપાઇ ગયા હતા. ત્યારબાદ પ્રવિણને કોઇ ગઠિયો ચૂનો લગાવી ગયો હોવાનો અહેસાસ થતા અમદાવાદ સાઇબર ક્રાઇમમા અરજી આપ્યા બાદ શહેરના ઇન્ફોસિટી પોલીસ મથકમા ફરિયાદ આપી હતી. ફોન પે મોબાઇલ એપ્લીકેશના પાસવર્ડ મેળવી છેતરપિંડી આચરી ગુનો નોંધાવતા પોલીસે અજાણ્યા ગઠિયાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...