ખિસ્સાકાતરુઓનો વધતો ત્રાસ:મહિલાના પાકિટમાંથી 1 લાખ સેરવી લઈ ગઠિયાઓએ દિવાળી સુધારી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સે- 22ની મહિલા સુરેન્દ્રનગર જતી બસમા બેઠા હતા

ગાંધીનગર એસટી ડેપોમા સેક્ટર 22મા રહેતી મહિલા તેની દિકરી સાથે સુરેન્દ્રનગર જવા બસમા બેઠા હતા. તે સમય દરમિયાન ભીડનો લાભ ઉઠાવતા ગઠિયા પર્સમાં મૂકેલા એક લાખ રૂપિયા સેરવી છુમંતર થઇ ગયા હતા. આ રીતે ગઠિયાઓએ તેમની દિવાળી સુધારી હતી આ બનાવની ફરિયાદ સેક્ટર 7 પોલીસ મથકમા કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અંશુયાબા હિતેન્દ્રસિંહ જાડેજા (રહે, સેક્ટર 22, જ ટાઇપ સરકારી મકાન. મૂળ રહે, જામનગર)એ પોલીસ ફરિયાદ કરી હતી કે, ગત 31મીએ તેમની દિકરી વૈશાલીબા સાથે તેમના પિયર સુરેન્દ્રનગરમા સામાજિક કામ અર્થે જવા નીકળ્યા હતા. ગાંધીનગર એસટી ડેપોમાંથી બપોરના 12 વાગે સુરેન્દ્રનગર જવા ઉપડતી બસમાં મા અને દિકરી બેઠા હતા તેઓ જ્યારે બસમાં બેઠા બાદ કંડક્ટર ટિકિટ આપવા આવ્યા ત્યારે અંશુયાબાએ તેમના પર્સમાથી રૂપિયા કાઢવા જતા ખબર પડી કે રૂપિયા એક લાખ ગાયબ હતા દિવાળીનો સમય અને સામાજિક કામે નિકળ્યા હોવાના કારણે તેમણે ટીકીટના નાણા પાકિટમાંથી મળી આવ્યા હતા, પરંતુ મોટી રકમ જોવા મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...