છેલ્લા છ માસથી એચઆઇવી એઇડ્સના દર્દીઓની એઆરટી દવાઓનો સ્ટોક ખલાસ થઇ ગયો છે. આથી દવાના અભાવે એચઆઇવી એઇડ્સ દર્દીઓને હાલાકી પડી રહી છે. દર્દીઓના હિતમાં દવાનો સ્ટોક પુરો પાડવા કર્મચારીએ કલેક્ટરને આવેદન પાઠવ્યું છે.જીવલેણ કહેવાતા એચઆઇવી એઇડ્સના દર્દીઓને મફત સારવાર અને નિદાનનું કામ રાજ્ય અને કેન્દ્રનું આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
એચઆઇવી એઇડ્સ દર્દીઓને બિમારી સામે રક્ષણ માટે એન્ટી રેટ્રોવાયરલ થેરાપી (એઆરટી) અપાય છે. જિલ્લામાં 1961 એચઆઇવીનો ભોગ બનેલા દર્દીઓને નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દર્દીઓને મફત દવા આપવામાં આવે છે. પરંતુ છેલ્લા છ માસથી જિલ્લા સહિત રાજ્યમાં એચઆઇવી એઇડ્સ દર્દીઓના નિદાન માટે વપરાતી એઆરટી દવાઓનો સ્ટોક ખલાસ થઇ ગયો છે. તેમ છતાં દવાનો નવો સ્ટોક આપવામાં આવ્યો નથી.
આથી દવાના અભાવે દર્દીઓ અનેક પ્રકારની શારિરીક તકલીફનો સામનો કરી રહ્યા છે. દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને દવાનો સ્ટોક પુરો પાડવાની માંગ સાથે સંસ્થા દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે.ઉલ્લેખનીય છે કે દવા મોંઘી હોવાની સાથે દર્દીઓને આજીવન લેવાની હોય છે. ઉપરાંત સ્થાનિક મેડિકલ સ્ટોર્સમાં દવા ઉપલબ્ધ હોતી નથી તેના કારણે હાલાકી પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.