દરરોજ જગ્યા બદલી જુગાર રમાડતો:કલોલમાં જુગારનું સામ્રાજય ઊભો કરનાર નામચીન નીમુ બારોટની અંતે ધરપકડ, અટપટી ગલીઓ વાળા બારોટ વાસનાં બંધ મકાનોમાં વારાફરતી જુગાર રમાડતો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારોટ વાસનાં પ્રવેશ દ્વારો બહાર ભાડૂતી માણસોને વોચમાં બેસાડી રાખતો
  • પોલીસ પ્રવેશે તો તરત જ જુગાર ધામ બંધ કરાવી દેતો
  • પાસા કરી છતાં થોડા દિવસમાં રાજકીય વગનાં કારણે જુગારધામ ધમધમતું કરી દેતો

કલોલના બારોટ વાસમાં જુગારનું સામ્રાજય ઊભું કરનાર નીમુ બારોટને આખરે માણસા પોલીસે બોચીમાંથી પકડીને જેલના પાંજરામાં ધકેલી દેવામાં આવ્યો છે. ત્યારે અટપટી ગલીઓ વાળા બારોટ વાસમાં મોટાભાગના મકાનો બંધ હોવાથી તેમજ રાજકીય વગનાં કારણે બેફામ બનેલા નીમુ બારોટ અત્રેના પ્રવેશ દ્વારો બહાર ભાડૂતી માણસોને વોચમાં બેસાડી રાખી પોલીસની પળેપળની દરેક ગતિવિધિઓ પર બાઝ નજર રાખી જુગારનું સામ્રાજય ચલાવતો હતો.

નીમુ બારોટને તડીપાર પણ કરવામાં આવ્યો હતો
કલોલમાં એલસીબીની ટીમે ત્રાટકીને વર્ષોથી ચાલતાં જુગાર ધામને બંધ કરાવી દેવામાં આવતાં બારોટ વાસમાં રહેતા ગણ્યા ગાંઠયા સમાજના લોકોએ ઘણી રાહત અનુભવી છે. બીજી તરફ રાજકીય પીઠબળ ધરાવતા નીમુ બારોટ વિરુદ્ધ કેટલાય જુગારના ગુન્હા પણ દાખલ થયેલા છે. એટલે સુધી કે તેની સામે પાસા પણ કરવામાં આવી હતી. જો કે રાજકીય વગનાં કારણે પાસા રદ પણ કરાવવામાં સફળ રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. તો પોલીસ દ્વારા નીમુ બારોટને તડીપાર પણ કરવામાં આવ્યો હતો.

અમદાવાદની પોળોની જેમ અટપટી સાંકળી ગલીઓ બારોટ વાસમાં આવેલી છે
કલોલમાં પાછો આવીને જુગાર ધામ ધમધમતું કરી દીધું હતું. તેણે બારોટ વાસમાં જુગારનું સામ્રાજય એવું ઊભું કર્યું હતું કે પોલીસ પણ વાસમાં ઘૂસે તો અગાઉથી જ ખબર પડી જતી હતી. અમદાવાદની પોળોની જેમ અટપટી સાંકળી ગલીઓ બારોટ વાસમાં આવેલી હોવાથી ભાગ્યેજ પોલીસ જુગાર ધામ સુધી પહોંચી શકતી હતી. કેમકે બારોટ વાસના પ્રવેશ દ્વાર બહાર ભાડૂતી માણસોને બેસાડી વોચ રાખવામાં આવતી હતી. પોલીસ જેવી બારોટ વાસમાં ઘૂસે એટલે પોતાની અલાયદી બનાવેલી મઢૂલીમાં બેઠા બેઠા નીમુ બારોટ તાત્કાલિક પોતાના ભાગીદારને કહીને જુગાર ધામ બંધ કરાવી દેતો હતો. જેથી પોલીસ પણ ડેલીએ હાથ દઈને પરત ફરતી હતી.

જુગારની પ્રવૃતિ ચાલુ રાખવા માટે નીમુ બારોટ રાજકીય ક્ષેત્રે સક્રિય થયો
જુગારની પ્રવૃતિ ચાલુ રાખવા માટે નીમુ બારોટ રાજકીય ક્ષેત્રે પણ સક્રિય થવા માંડ્યો હતો. જેનાં ઓથાર હેઠળ તેનું જુગારધામ પૂર બહાર ધમધમવા લાગ્યું હતું. જો કે એલસીબી પીઆઈ એચ પી ઝાલાની ટીમ આયોજન પૂર્વક રીતે બારોટ વાસમાં ઘૂસી ગઈ હતી અને જુગાર ધામ બંધ કરાવી 16 જુગારીઓ ઝડપી પાડયા હતા. જેનાં પગલે કલોલ ડીવાયએસપી પી ડી મનવરે સ્થાનિક પોલીસની જગ્યાએ માણસા પીઆઈ આર આર પરમારને તપાસ સોંપી હતી. અને પોલીસ ટીમે કલોલમાંથી જ નામચીન નીમુ બારોટને બોચીમાંથી પકડીને ઉઠાવી જેલના પાંજરે પુરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...