તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સેક્ટર-24ના સાંઈબાબા મંદિર પાસેથી ચિક્કાર દારૂ પીને જાહેરમાં બિભત્સ વર્તન કરતાં ઈસમની પોલીસે ધરપકડ કરી

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • દારૂડિયાનું નામ બાબુ મારવાડી હોવાનું સામ આવ્યું છે
 • ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં વાહનચાલકોને હેરાન કરતો

સેક્ટર-24ના સાંઈબાબા મંદિર પાસે એક અજાણ્યો ઈસમ જાહેરમાં બિભત્સ વર્તન કરી બક્વાસ કરતો હતો. ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં વાહનચાલકો તેમજ આવતી જતી મહિલાઓ સામે બિભત્સ ચેનચાળા કરી આ વિસ્તારને બાનમાં લઇ લીધું હતું. જોકે દારૂડિયાની હરકતોથી કોઈ નાગરિક તેની પાસે જવાની હિંમત કરતું નથી.

દારૂ પીધેલી હાલતમાં બિભત્સ ચેનચાળા કરતો હતો
આ દરમિયાન સેક્ટર-21 પોલીસ મથકના લોકરક્ષક હિમાંશુ પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. ત્યારે તેમને માહિતી મળી હતી કે સેક્ટર-24 વિસ્તારમાં એક ઈસમ દારૂ પીધેલી હાલતમાં જાહેરમાં બિભત્સ ચેનચાળા કરી રહ્યો છે. જેના પગલે તેઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા. અને તે દારૂડિયાને ઝડપી લીધો હતો. જેનું નામ પુછતા તેણે પોતાનું નામ બાબુ મારવાડી (રહે. આદીવાડા મારવાડી વાસ, ગાંધીનગર) હોવાનું જણાવ્યું હતું. જેના પગલે પોલીસે તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો