આર્મી ચીફના હસ્તે પુસ્તકનું વિમોચન:રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિ.ની આર્મી ચીફે મુલાકાત લીધી, 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં વીર જવાનોની ગાથા ઉપરના પુસ્તકનું વિમોચન કરાયું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુસ્તકમાં અનેક યુદ્ધ વિશે વાત કરવામાં આવી છે
  • આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે સાયબર સુરક્ષાને લઇને પણ સઘન માહિતી આપી

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આર્મી ચીફ જનરલની ઉપસ્થિતિમાં 1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વીર જવાનોની ગાથા ઉપરનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આર્મી ચીફે અહીં સાયબર સુરક્ષાને લઇને પણ સઘન માહિતી આપી હતી.

દેશની પ્રથમ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આજે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ મુલાકાત લીધી હતી. તેમના હસ્તે ભારત-પાકિસ્તાન યુદ્ધ જવાનો વીરગાથા વિશેનું યુદ્ધના 50 વર્ષ નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે સાયબર સુરક્ષા વધુ મજબૂત કેવી રીતે બનાવી શકીએ તેના વિશે આર્મી ચીફે માહિતી આપી હતી.

આ પ્રસંગે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન યુદ્ધ 3 ડિસેમ્બર 1971ના રોજ શરૂ થયું હતું. પાકિસ્તાન સેનાએ ભારતીય વાયુસેનાના ઠેકાણા પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. ત્યારે ભારતે પશ્ચિમી મોરચે તે હુમલાનો ઝડપી જવાબ આપ્યો હતો. ભારતીય શસ્ત્રદળની આક્રમતાથી પૂર્વ પાકિસ્તાન એટલે કે ઢાકા પર કબજો કર્યો હતો. જેથી પાકિસ્તાનના 92 હજાર સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું. આ જીત પર દરેક ભારતીય ગર્વ અનુભવી શકે છે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ચેનલ અને અન્ય સોશિયલ મીડિયામાં 2 હજારથી વધુ વ્યૂઝની સફળતાથી આમાંથી શીખેલા પાઠ અમે બહાદુર સૈનિકો અને માતાપિતાના વર્ણનો બહાર લાવવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. જેથી આજે તે યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થતાં આ પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં અનેક યુદ્ધ વિશે વાત કરવામાં આવી છે. યુદ્ધના 50 વર્ષ પુસ્તકમાં હિણીનું યુદ્ધ, નયા ચોરનું યુદ્ધ, બાંગ્લાદેશ નરસંહાર, બસંતર યુદ્ધ, નેવલ ઓપરેશન, એરફોર્સની કામગીરી, છમ્બ યુદ્ધ, ફાઝીલકા યુદ્ધ જેવા યુદ્ધ વિશેની માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે.

યુનિ.ના કુલપતિ પ્રો. બિમલ. એન. પટેલને મહાનુભાવોને સ્વાગત પ્રવચન આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. કુલપતિ બિમલ.એન.પટેલે સમારોહના મુખ્ય અતિથી COAS જનરલ એમ.એમ. નરવાણે, વિશિષ્ઠ અતિથિ જનરલ ઓફિસર કમાંડિંગ ઈન ચીફ લેફ્ટનન્ટ જનરલ એસ.એસ. મહલ તથા પ્રેક્ષકોને સંબોધ્યા હતા.

કુલપતિ એ પીએમ મોદીના શબ્દોને સ્મરણ કરતા કહ્યુ- RRU રાષ્ટ્રીય સુરક્ષા અને આત્મનિર્ભર ભારતનું વિઝન અને મિશન ધરાવે છે. તેમણે ઉમેર્યુ હતું કે, આ પ્રસંગ ખાસ કરીને SISDSS ડિપાર્ટમેન્ટ દ્વારા એક પુસ્તકનું વિમોચન કરવા માટે છે જેનું નામ છે 50 Years of the 1971 war: Account from veterans પ્રો. બિમલ એન પટેલે આ યાદગાર મુલાકાત અને પુસ્તકના વિમોચન સમારોહ માટે RRU તરફથી આમંત્રણ સ્વીકારવા બદલ આર્મી સ્ટાફ જનરલ એમ.એમ.નરવાણેનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...