• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • 'Are Delhi Or Gujarat People Stopping Naresh Patel From Joining Congress?'; The State President Said We Will Seek Clarification From Hardik On This Statement

હાર્દિક પટેલે પૂછેલા પ્રશ્નથી વિવાદ:‘નરેશ પટેલને કોંગ્રેસમાં આવતા દિલ્હી કે ગુજરાતવાળા રોકે છે?’; પ્રદેશ પ્રમુખે કહ્યું - આ નિવેદનની હાર્દિક પાસે સ્પષ્ટતા માગીશું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાર્દિક પટેલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
હાર્દિક પટેલ - ફાઇલ તસવીર

પાટીદારોનું આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી વાતોએ વેગ પકડયો છે ત્યારે કોંગ્રેસને આવતા તેમને કોણ રોકી રહ્યું છે તેવા વેધક પ્રશ્નો કોંગ્રેસના જ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ઉઠાવ્યા છે. હાર્દિકે પટેલે નરેશ પટેલને કોંગ્રેસમાં આવતા દિલ્હીવાળા રોકે છે ? ગુજરાતવાળા રોકે છે ? તેવા વેધક પ્રશ્નો ઉપસ્થિત કરતા કોંગ્રેસમાં વિવાદ ઉભો થયો છે. હાર્દિક પટેલના આવા પ્રશ્નોને ગંભીરતાથી લેતા પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે કહ્યું હતું કે, હાર્દિક પટેલ પાસે જ આ પ્રશ્નોની સ્પષ્ટતા માગીશું.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કહ્યું હતું કે, નરેશ પટેલ બાબતે કોંગ્રેસે જલ્દી નિર્ણય કરવો જોઇએ. અત્યાર સુધી નરેશ પટેલ બાબતે નિર્ણય ન લેતા તેને પાટીદાર સમાજના અપમાન બરાબરનું હાર્દિક પટેલે ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે,અઢી મહિના થયા હજુ સુધી પાર્ટી નરેશ પટેલ બાબતે નિર્ણય લઇ શકી નથી. આ બાબતે પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે કહ્યું કે, નરેશ પટેલે નક્કી કરવાનું તેમણે કઇ પાર્ટીમાં જોડાવવાનું છે. કોંગ્રેસ તરફથી મે, પ્રદેશ પ્રભારી સહિતના નેતાઓએ તેમને આમંત્રણ આપી દીધું છે, પણ તેઓ હજુ રાજકારણમાં આવવું કે નહીં ? સમાજ કહેશે તેમ કરીશ તેવું વલણ ધરાવે છે. આવા સંજોગોમાં કોંગ્રેસે તેમને રોકવાનો પ્રશ્ન જ નથી.

કોંગ્રેસ છોડવા કામિની રાઠોડની પણ ચીમકી
કોંગ્રેસના દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની રાઠોડની તેમના વિસ્તારના સંગઠનના પ્રશ્નોને લઇને નારાજગી છે. આ નારાજગી બે દિવસમાં પૂરી કરવામાં નહીં આવે તો તેઓ કોંગ્રેસમાં રહેવું કે કોંગ્રેસ છોડવી તે બાબતે નિર્ણય જાહેર કરશે તેમ સુત્રોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...