કોંગ્રેસની માગ:આર્સેલર મિત્તલ-નિપોન સ્ટીલને જમીન આપવાનું કરોડોનું કૌભાંડ, તપાસ હાઇકોર્ટના સીટિંગ જજને સોંપો

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીઓને ફાયદો કરાવવા ભાવ ઓછો કરાયાનો મોઢવાડિયાનો આક્ષેપ

સુરતના હજીરા ખાતેની આર્સેલર મિત્તલ-નિપોન સ્ટીલ કંપનીને સરકારે આપેલા કબજાવાળી 24.77 ચો.મી. જમીન રાજય સરકાર નિયમસરના ભાવ વસુલવાને બદલે મળતીયા કંપનીને ફાયદો કરાવી આપવા રૂ. 9881 કરોડનું કૌભાંડ કરી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયો કર્યો હતો. તેમણે સમગ્ર જમીન કૌભાંડની હાઇકોર્ટની સીટીંગ જજની કમિટી દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા મોઢવાડિયાએ કહ્યું હતું કે,ભાજપની સરકારે વિદેશી આર્સેલર મિત્તલ-નિપોન સ્‍ટીલ-AMNSનું લાખો ચોરસ મીટરનું દબાણ નિયમિત કરીને જમીન મૂલ્યાંકન સમિતિની ભલામણો ફગાવી કંપનીને રૂ.9881 કરોડનો ફાયદો કરાવવા ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...