કામગીરી:ગુડાની આવાસ યોજનામાં 4635 પૈકી 4454 અરજી મંજૂર

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જરૂરી ડોક્યુમેન્ટ જોઇન્ટ નહીં કરાતાં 181 અરજી રદ

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે 2100 આવાસ યોજના અંતર્ગત ગુડા દ્વારા લાભાર્થીઓ પાસેથી અરજી મંગાવાઈ હતી. તેમાં નિયત સમય મર્યાદમાં કુલ-4635 અરજીઓ આવી હતી. અરજીઓની ચકાસણી કરતા 181 અરજીની સાથે નિયત કરેલા જરૂરી ડોક્યુમેન્ટ નહી હોવાથી રદ કરાઈ હતી. આથી 2100 આવાસ માટે 4454 અરજીઓ મંજુર કરાઈ છે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને પોતાનું આવાસ મળી રહે તે માટે વાવોલ, પેથાપુર, સરગાસણ અને કુડાસણ ખાતે કુલ-2100 આવાસ યોજનાની સ્કિમ શરૂ કરવામાં આવનાર છે.

જે અંતર્ગત કોરોનાને ધ્યાનમાં રાખીને ગુડાએ જાહેરાત આપીને ઓનલાઇન અને ઓફલાઇન અરજીઓ મંગાવાઈ હતી. તેમાં ઓફલાઇન 3785 લાભાર્થીએ આવાસ માટે અરજી કરી હતી. જ્યારે ઓનલાઇન 850 લાભાર્થીએ અરજી કરી હતી. ગુડાના 2100 આવાસ માટે કુલ-4635 અરજી આવી હતી. ગુડાને મળેલી અરજીની ચકાસણી હાથ ધરાઈ હતી. અરજીઓમાં આવકના દાખલો નહી અથવા બીજાના નામનો આવકનો દાખલો હતો. જોકે વાર્ષિક 3 લાખની આવક થતી હોય તેવા લાભાર્થીઓને જ આવાસ યોજનાનો લાભ મળી શકે તેવો નિયમ હતો.

તેમ છતાં અમુક લાભાર્થીઓએ આવાસ યોજનાના ફોર્મમાં વાર્ષિક 3 લાખથી વધુ આવકના દાખલા રજુ કર્યા હતા.ઉપરાંત પોતાનું પાકું મકાન હોવા છતાં આવાસ માટે અરજી કરી હતી. વધુમાં અમુક અરજદારો 18 વર્ષથી નાની ઉંમરના હતી. અરજદારો સોગંદનામું બિડાણ નહી કરવા સહિતના કારણોસર ગુડાએ કુલ-850 અરજીઓને રદ કરી છે.

આથી ગુડાની 2100 આવાસ યોજનાની સામે મંજુર થયેલા કુલ 4454 અરજીના લાભાર્થી માટે આગામી ઉત્તરાયણ પછી ડ્રો કરાશે. ગુડાની 2100 આવાસ યોજનામાં વાવોલની ટીપી-13માં 288 અને 504 આવાસની બે સ્કિમ, સરગાસણ અને કુડાસણની ટીપી-7માં 1208 અને ટીપી-16 પેથાપુરમાં 100 આવાસ યોજનાનું આયોજન ગુડા દ્વારા કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...