રાજ્યમાં કોરોના સંક્રમણ હળવું થયું છે છતાં ત્રીજી લહેરની શક્યતાઓને કારણે સાવચેતી રાખવામાં આવી રહી છે ત્યારે 15મી ઓગસ્ટે યોજાનાર સ્વાતંય દિવસની ઉજવણી માટે રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઇન જારી કરાઈ છે.
જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં કેટલા લોકો એકત્રિત કરવા તેની કોઇ મર્યાદા રખાઇ નથી. સ્વાતય દિનની પૂર્વ સંધ્યાએ 14મી ઓગષ્ટે સીએમની ઉપસ્થિતિમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક હજાર લોકોને ઉપસ્થિત રાખવાની મંજૂરી અપાઈ છે. જ્યારે 14મીએ યોજાનાર એટહોમ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ સહિત 400 લોકો ઉપસ્થિત રાખી શકાશે.
જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ યોજાનાર સ્વાતંય દિનની ઉજવણીમાં 500 લોકોને ઉપસ્થિત રાખી શકાશે. કાર્યક્રમોમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.