નિર્ણય:વિદ્યાસહાયકની ભરતી મુદ્દે યોગ્ય કાર્યવાહી કરાશે: શિક્ષણમંત્રી

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાસહાયકોના આંદોલન સામે મંત્રી ઝુક્યા

વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યાઓ વધારવાની માંગ સાથે છેલ્લા 43 દિવસથી મેદાનમાં બેઠેલા વિદ્યાસહાયકના ઉમેદવારોની સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત વિદ્યાસહાયકની ભરતીનો મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા વિદ્યાસહાયકના ઉમેદવારોએ પોતાનું આંદોલનને હાલ પુરતુ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની 3300 જગ્યાઓ ભરતીના મુદ્દે વિદ્યાસહાયકના ઉમેદવારોમાં રોષ ઉઠવા પામ્યો હતો. રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં 19000 શિક્ષકોની ખાલી જગ્યાઓ ખાલી છે. આથી આરટીઇના નિમય મુજબ કુલ જગ્યાઓની 60 ટકા જગ્યાઓની ભરતી કરવાની હોય છે. પરંતુ રાજ્ય સરકારે માત્ર 3300 જ વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. આથી વિદ્યાસહાયકની લાયકાત ધરાવતા ઉમેદવારોને નોકરી મળવાની આશા ઉપર પાણી ફળી વળ્યું હોય તેવો અનુભવ થતાં વિરોધ કર્યો હતો.

ઉપરાંત રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં કુલ-19000 ખાલી જગ્યાઓની સામે 12000 વિદ્યાસહાયકની ભરતીની માંગ સાથે લડત આંદોલન શરૂ કર્યું હતું. વિદ્યાસહાયકના ઉમેદવારોએ 43 દિવસ પહેલાં શરૂ કરેલા લડત આંદોલને રંગ લાવ્યો હોય તેમ શિક્ષણ મંત્રીએ તેમની સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત વિદ્યાસહાયકના ઉમેદવારોની વાતો સાંભળીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરીને વિદ્યાસહાયકના ઉમેદવારોને ન્યાય મળશે તેવું આશ્વાસન શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ આપ્યું હોવાનું વિદ્યાસહાયકના ઉમેદવારોએ જણાવ્યું છે.

જોકે હાલમાં વિદ્યાસહાયકની 3300 જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિદ્યાસહાયકના ઉમેદવારોની સાથે મુલાકાત કરી છે. જ્યારે વિદ્યાસહાયકના ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી સોમવારે શિક્ષણ મંત્રી વિદ્યાસહાયકની ભરતી મુદ્દે કોઇ તારીખ તેમજ કેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવે છે તે અંગે કોઇ જ નિર્ણય કરશે નહી તો લડત આંદોલન ચાલુ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...